Inauguration of the 141st IOC Session: भारत की खेल विरासत संपूर्ण विश्व की है; प्रधानमंत्री क्या बोले टीम इन्डिया की जीत पर

Inauguration of the 141st IOC Session: प्रधानमंत्री ने मुंबई में 141वें अंतर्राष्ट्रीय ओलंपिक समिति (आईओसी) सत्र का उद्घाटन किया दिल्ली, 15 अक्तूबर: Inauguration of the 141st IOC Session: प्रधानमंत्री नरेन्‍द्र … Read More

રિલાઇન્સના કર્મચારીઓ (Reliance Employees) અને તેના પરિવારજનોને કોરોના વેક્સિન ફ્રી અપાશે: નીતા અંબાણી

સરકારના વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટર કરવા રિલાયન્સે તેના કર્મચારીઓને (Reliance Employees) વિનંતી કરી, કંપની વેક્સિનેશનનો તમામ ખર્ચ ઉઠાવશે મુંબઈ, ૦૫ માર્ચ: રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને દાનવીર નીતા એમ. અંબાણીએ રિલાયન્સના તમામ … Read More

જિયો ફાઇબર યુઝર્સને લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ તદ્દન નિઃશુલ્ક મળશે

મુંબઈ, 08 જુલાઈ જિયોફાઇબર યુઝર્સ હવે હોલિવૂડની બ્લોકબસ્ટર અને અન્ય ભાષાઓની ફિલ્મોનો આનંદ માણી શકશે. જિયોએ જાહેરાત કરી છે કે, વિવિધ ભાષાઓ અને વિષય વૈવિધ્ય ધરાવતા પ્લેટફોર્મ લાયન્સગેટ પ્લેના પ્રીમિયમ કન્ટેન્ટની આખી લાયબ્રેરીનો એક્સેસ જિયોફાઇબર યુઝર્સને મળશે. લાયન્સગેટમાં 7500 અનોખા પ્રીમિયમ ટેલિવિઝન એપિસોડ્સ અને સ્ટાર્ઝ ઓરિજિનલ સિરિઝની, ફર્સ્ટરન મૂવીઝ અને અન્ય કાર્યક્રમો સહિતનો મનોરંજનનો રસથાળ પણ મળશે. આ ઉપરાંત લાયન્સગેટ પ્લે તમારા માટે હોરર, કોમેડી, ડ્રામા, એક્શન, થ્રિલર અને ડોક્યુમેન્ટ્રી સહિત અનેક વિષય વૈવિધ્ય ધરાવતી મૂવીઝનો વિશાળ ખજાનો તમારી સમક્ષ રજૂ કરે છે. ઇંગ્લિશ ઉપરાંત, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને ભોજપુરી સહિતની ભાષાઓની બ્લોકબસ્ટર મૂવીઝ પણ તેમાં હોય છે. જિયોફાઇબર યુઝર્સના નવા અને પ્રવર્તમાન ગ્રાહકો કે જેમણે મલ્ટીમન્થ સિલ્વર કે તેનાથી ઉપરનો પ્લાન સબસ્ક્રાઇબ કર્યો હોય તેમને લાયન્સગેટ પ્લેનું કન્ટેન્ટ નિઃશુલ્ક માણવા મળશે. જિયોફાઇબર યુઝર્સ તેમના જિયો સેટટોપ બોક્સમાં જિયોટીવી+ એપ પર લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ એક્સેસ કરી શકશે. તેના માટે અલગથી લોગઇન કે એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી. ગોલ્ડ પ્લાનમાં તો સંખ્યાબંધ સેવાઓ ઉપલબ્ધ છે. જે જિયોફાઇબર યુઝર્સ વધુ પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માગતા હોય તેમણે ગોલ્ડ પ્લાનની પસંદગી કરવી યોગ્ય રહેશે, જેમાં તેમને વધુ સ્પીડ સાથે વધુ બ્રોડબેન્ડ ડેટા તો મળશે જ સાથે સાથે પ્રીમિયમ ઓટીટીઝનો રસથાળ પણ ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં યુઝર્સને 250 Mbpsની ડેટાસ્પીડ, અનલિમિટેડ ઇન્ટરનેટ (પ્રતિ મહિને 1,750 GB સુધીનો ડેટા), ભારતમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, સૌથી ઓછા દરે ઇન્ટરનેશનલ કોલિંગ અને અન્ય ફિચર્સ પણ મળશે. તેના દ્વારા એનીટાઇમ ટીવી (ભારતનું સૌથી મોટું કન્ટેન્ટ ડેસ્ટિનેશન) સાથે પ્રીમિયમ ઓટીટી એપ્લિકેશન જેવી કે લાયન્સગેટ પ્લે, ઝી ફાઇવ, એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્ટાર, સોનીલિવ, સનનેક્સ્ટ, વૂટ, ઓલ્ટબાલાજી, હોઇચોઇ, શેમારૂમી, જિયોસિનેમા અને જિયોસાવનના એક્સેસનો પણ સમાવેશ થાય છે. ગોલ્ડ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કોલિંગ અને કોન્ફરન્સિંગ (ટીવી વીડિયો કોલિંગ પણ સમાવિષ્ટ), અનલિમિટેડ મ્યુઝિક અને ગેમિંગ તથા જિયોની તમામ એપ્લિકેશન્સનો અનલિમિટેડ એક્સેસ યુઝર્સને મળે છે.