Ambaji Temple 4 1

અંબાજી મંદિર પરિષરમાં સંસારના કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો

Navchandi havan 2
અંબાજી મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો… ત્રીજી તારીખે મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય બન્ને શરૂ કરી દેવાશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી,27 ઓગસ્ટ:અંબાજી માં ભરાતો વર્ષ પરંપરા ગત રીતે ભરાતો ભાદરવિપુનમ નો મેળો આજ થી શરૂઆત થઇ રહી હતી જ્યાં કોરોના ના સંક્ર્મણ ને લઈ આજથી શરૂ થતો ભાદરવી પૂનમ નો મેળો જ્યાં અંબાજી મંદિર પરિષર લાલ ધજા પતાકાઓ સાથે બોલમાડી અંબે જય જય અંબે ના નાદ થી ધુજી ઉઠતું હતું ત્યાં આજે આ મેળો રદ કરાતા સમગ્ર અંબાજી મંદિર પરિષર માં જાણે સન્નાટો છવાતો હોય તેમ સુમસામ જોવા મળી રહ્યું છે

Navchandi havan 3

કોરોના સંક્ર્મણ ને લઈ મેળા સહીત મંદિર માં દર્શન પણ બંધ કરાયા છે તેના બદલે જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના ચેરમેન દ્વારા મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે યજ્ઞશાળા માં સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો હતો આ યજ્ઞ 80 બ્રાહ્મણો દ્વારા મેળા દરમિયાન ના સાત દિવસ સુધી ચાલશે આમતો અંબાજી મંદિર કલેકટર ના આદેશ અનુસાર 4 તારીખ સુધી બંધ રહેનાર હતું પણ શ્રદ્ધાળુઓ ની લાગણી ને લઈ અંબાજી મંદિર 3 સપ્ટેમ્બરે ખોલી દેવાસે તેમ કલેકટરે જણાવ્યું હતું

એટલું જ નહીં ભાદરવી ના મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ મંદિરે પગપાળા આવતા હોય છે ને માતાજી ને નિમઁત્રણ પત્રિકા સ્વરૂપે ધજા અર્પણ કરતા હોય છે જેને લઈ જિલ્લા કલેકટર અને વહીવટ દ્વારા દ્વારા તમામ સંઘો નામાઇ ભક્તો વતી માતાજી ને ધજા અર્પણ કરી હતી ને મંદિર ને શિખરે ધજા ચઢાવી હતી અને તમામ શ્રદ્ધાળુઓ ની સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી

Navchandi havan

જોકે કોરોના ની મહામારી ના પગલે અંબાજી મંદિર ખુલ્યા બાદ માતાજી ના રાજભોગ નો પ્રસાદ સહીત ટ્રસ્ટ નો ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું હતું પણ હવે યાત્રિકો ની લાગણી અને માંગણી ને લઈ હવે ત્રીજી તારીખ થી મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય બન્ને શરૂ કરી દેવાશે તેમ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે એ આ પ્રંસગે જણાવ્યું હતું

Banner Still Guj