01

‘શ્રી કમલમ’, ખાતે રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના દિલ્હીથી કરાયેલ જીવંત પ્રસારણને ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ તેમજ પ્રદેશ અગ્રણીશ્રીઓએ નિહાળ્યો. -શ્રી શંકરભાઇ ચૌધરી

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. -શ્રી શંકરભાઈ ચૌધરી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં ભારતીય રાજનીતિના ઇતિહાસમાં અનેક પડાવોના સાક્ષી રહેનાર, જનસંઘ અને ભાજપામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર, રાજમાતા વિજયારાજે સિંધિયાજીએ દેશ માટે આપેલા યોગદાન અને સંસ્મરણો વિશે છણાવટ કરી હતી. -શ્રી શંકરભાઇ ચૌધરી

આજરોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી અન્વયે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી કોવિડ-૧૯ને લગતી માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન થાય તે અંગેની બેઠક યોજાઇ. -શ્રી શંકરભાઇ ચૌધરી

આજની આ બેઠકમાં ચૂંટણીને કારણે નાગરિકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય, પ્રજાને તકલીફ ન પડે, તે માટે સુચારુ આયોજન કરવા સંબંધિત અગ્રણીઓશ્રીને માર્ગદર્શન આપવામાં આવ્યું. -શ્રી શંકરભાઇ ચૌધરી પૂર્વ મંત્રીશ્રી અને આગામી વિધાનસભા પેટાચૂંટણીના પ્રદેશ ભાજપા ઇન્ચાર્જશ્રી શંકરભાઇ ચૌધરીએ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના દિલ્હીથી કરાયેલ જીવંત પ્રસારણને ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ભાજપાના વરિષ્ઠ નેતાશ્રી સુરેન્દ્રકાકા, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરધનભાઇ ઝડફિયા અને શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સહિતનાઆગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યો. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ રાજમાતા વિજયારાજે સિંધિયાજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં ભારતીય રાજનીતિના ઇતિહાસમાં અનેક પડાવોના સાક્ષી રહેનાર, જનસંઘ અને ભાજપામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર રાજમાતા વિજયારાજે સિંધિયાજીએ દેશ માટે આપેલા યોગદાન અને સંસ્મરણો વિશે છણાવટ કરી હતી. રાજ પરિવારના મહારાણી હોવા છતાં તેઓ પદ,
પ્રતિષ્ઠા માટે નહીં પણ જનસેવાના ઉદ્દેશ સાથે જીવ્યા, તેઓ સંસ્કાર, સેવા અને સ્નેહની સરિતા હતા, તેમણે સમગ્ર જીવન દેશના સામાન્ય માનવી, ગરીબ માટે સમર્પિત કર્યું હતું.

શ્રી શંકરભાઇ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજરોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી પરિન્દુભાઈ ભગતની ઉપસ્થિતિમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી અન્વયે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી કોવિડ-૧૯ને લગતી માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન થાય, ચૂંટણીને કારણે નાગરિકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય, પ્રજાને તકલીફ ન પડે, તે માટે સુચારુ આયોજન કરવા સંબંધિત અગ્રણીઓશ્રીની બેઠક યોજાઇ હતી.

Reporter Banner FINAL 1