Vadodara collector edited

વડોદરા જિલ્લા કલેકટર (Vadodara collector) કોરોના રસી મુકાવનારા શાંતા માસીના ખબર અંતર પૂછ્યા

Vadodara collector

જિલ્લા કલેકટર (Vadodara collector) કોરોના રસી મુકાવનારા શાંતા માસીના ખબર અંતર પૂછ્યા: શાંતા માસીએ ઘેર આવવા આમંત્રણ આપ્યું…

વડોદરા, ૦૧ માર્ચ: વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામના મહિલા ભજન મંડળના અધ્યક્ષ શાંતા માસી ને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ ની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કોરોના ની રસી મૂકાવી હતી.કલેકટરશ્રી એ તેમનું શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.

Whatsapp Join Banner Guj

તેમણે મંડળની તમામ બહેનો ને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાની જિલ્લા કલેકટરશ્રી ને ખાત્રી આપવાની સાથે,ખૂબ ભાવપૂર્વક ,બહેન ઘેર જરૂર આવજો એવું આમંત્રણ આપ્યું હતું.

Vadodara collector

જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ની રસી લેનારા વડીલજનો ને બિરદાવ્યા હતા અને એમનું સન્માન કર્યું હતું.તેમને જિલ્લા માં 60 થી ઉપરની વયના 1.32 લાખ થી વધુ વડીલો તેમજ 45 થી 60 વર્ષની ઉંમરના 5 હજાર થી વધુ કો મોર્બિડ લોકો ને રસી આપવાના આયોજન ની વિગતો મેળવી હતી અને રસી મુકાવવાની વડીલો ની તત્પરતા ને પ્રેરણાદાયક ગણાવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી એ ભાયલી સરકારી દવાખાનામાં રસી લેવા આવેલા વડીલો ને આવકાર્યા… જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ ભાયલી ના સરકારી દવાખાના ખાતે કોરોના ની રસી મુકાવવા આવેલા વડીલોના ખબર અંતર પૂછવાની સાથે,તેમને આવકાર્યા હતા.
ઝવેરી એ કોરોના રસી લેવાના વડીલોના ઉત્સાહ ને પ્રોત્સાહક ગણાવતા સહુને પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
તેમની ઉપસ્થિતિ માં આ લોકોને વિનામૂલ્યે રસી મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો…કોરોના મહામારી સામેના જંગમાં પ્રથમ હરોળના યોદ્ધાઓએ કોરોનાની (2nd dose vaccine) રસીનો બીજો ડોઝ મેળવ્યો