Vadodara collector 2

Vadodara collector: ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ : કલેક્ટરએ પુષ્પગુચ્છ આપી નાગરીકોનુ અભિવાદન કર્યું

Vadodara collector: કલેક્ટરએ કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી : નાગરિકો સાથે સંવાદ સાધી કહ્યું, મેં રસી લીધી છે, તમે પણ રસી મૂકાવજો અને તમારી નજીકના લોકોને પણ રસી મૂકાવવા માટે પ્રરિત કરજો

વડોદરા, ૦૧ એપ્રિલ: Vadodara collector: આજથી ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા શહેરની ભાગોળે આવેલા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ, રસી મૂકાવા માટે આવેલા નાગરિકોનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, મેં પણ રસી લીધી છે, તમે પણ રસી મૂકાવજો અને તમારી નજીકના લોકોને પણ રસી મૂકાવવા માટે પ્રરિત કરજો, જેથી સમગ્ર દેશ આ મહામારીમાંથી બહાર આવી શકે.

ADVT Dental Titanium

કલેક્ટર શ્રીમતી અગ્રવાલે રસી મૂકાવવા માટે આવેલા વરિષ્ઠ નાગરિકો, ફ્રન્ટલાઈન વોરિયર્સ, કો મોર્બિડ અને ૪૫ થી વધુ ઉંમરના લોકો જોડે સહજ રીતે સંવાદ સાધી તેમની તેમના આરોગ્યની પૃચ્છા કરી હતી. ઉપરાંત કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર-આરોગ્યકર્મીઓની કામગીરી બિરદાવી હતી. સાથે જ રસીકરણની કામગીર વધુ સઘન બનાવવા માટે જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી ઠુંમર, મામલતદાર ગોસાંઈ, ડો. ઉદય ટીલાવત, તાલુકા હેલ્થ ઓફિસર ડો. નીરજ દેસાઈ, મેડિકલ ઓફિસર ડો. જિતેન રાણા, તાલુકા પંચાયતના સદસ્ય જ્યોત્સનાબેન છત્રસિંહ પરમાર, ઉપસરપંચ છત્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…આખરે ગુજરાતમાં પણ લવ જેહાદ(love jihad)નો કાયદો આવી ગયો, જાણો કોણ કરી શકશે ફરીયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ