Vadodara collector 4

જિલ્લા કલેકટરે (Vadodara collector) કોરોનાની રસી મુકાવવા આવેલા વડીલોને કર્યા પ્રોત્સાહિત..

Vadodara collector

જિલ્લા કલેકટરે (Vadodara collector)પાદરા તાલુકાના મુજપુર અને વડોદરા તાલુકાના સમિયાલા અને બિલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની લીધી મુલાકાત: કોરોનાની રસી મુકાવવા આવેલા વડીલોને કર્યા પ્રોત્સાહિત..

  • રસી મૂકાવી લીધી હોય તો પણ માસ્ક પહેરવા,સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવું જેવી તકેદારીઓ અવશ્ય અને અચૂક લેવાની છે..શ્રીમતી શાલિની અગ્રવાલ (Vadodara collector)

વડોદરા, ૧૬ માર્ચ: વડોદરા જિલ્લાના કલેકટર (Vadodara collector) શાલિની અગ્રવાલે પાદરા તાલુકાના મુજપુર ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અને તે પછી વડોદરા તાલુકાના સમીયાલા અને બિલ ગામોના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને, કોરોના રસી લેવા આવેલા વડીલો સાથે સંવાદ કર્યો હતો તથા તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે મેં જાતે રસીના બે ડોઝ લીધાં છે અને મને કશું જ નથી થયું.

ADVT Dental Titanium

તેમણે જણાવ્યું કે રસી લીધા પછી માસ્ક પહેરવામાંથી મુક્તિ નથી મળી જતી. રસી લેનારાઓએ પણ માસ્ક પહેરવું, સોશીયલ ડિસ્ટન્સ પાળવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જેવી તકેદારીઓ અચૂક લેવાની જ છે. (Vadodara collector) કલેટરશ્રીએ પાદરા અને વડોદરા તાલુકાઓમાં થઈ રહેલી ત્રીજા તબક્કાની રસીકરણ પ્રક્રિયા અંગે વિગતવાર જાણકારી અને પ્રગતિની વિગતો મેળવી હતી.

જિલ્લા કલેકટર (Vadodara collector) શાલિની અગ્રવાલે જણાવ્યું કે વડોદરા જિલ્લાના ગામડાઓમાં સરકારની સૂચના મુજબ રસીકરણની કામગીરી ચાલી રહી છે. જેમાં પહેલા હેલ્થ વર્કર, પછી ફ્રન્ટલાઈન વર્કર અને હવે ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષ અથવા તેથી વધુની ઉંમર ધરાવતા વડીલો અને ૪૫-૬૦ વર્ષીય કો-મોર્બિડ લોકોની રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ અને દ્વિતિય તબક્કામાં ૨૨૦૦૦ લોકોને રસી આપવામાં આવી છે અને હવે તેમને બીજો ડોઝ આપવાની પ્રક્રીયા ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં વડીલો અને કો-મોર્બિડ ૪૧૯૯૮ લોકોએ રસી લીધી છે.

Whatsapp Join Banner Guj

કલેકટરએ (Vadodara collector) લોકોને રસી લેવા માટે અપીલ કરતા જણાવ્યું કે તેમણે પણ રસીકરણના બે ડોઝ લીધેલા છે. જિલ્લાના ગામડાઓમાં લોકો ઉત્સાહભેર રસીકરણમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે કલેકટરશ્રીએ રસીકરણ બાદ પણ કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનો, માસ્ક પહેરવાનો, સોશીયલ ડિસ્ટન્સ પાળવાનો ખાસ અનુરોધ કર્યો છે. તેમણે ઉમેર્યું કે આખા જિલ્લામાં ૮૭ કેન્દ્રો ખાતે રસી મુકવામાં આવી રહી છે જેમાં ૮૩ સરકારી અને ૪ ખાનગી દવાખાનાઓના રસી કેન્દ્રોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં ત્રીજા તબક્કામાં રસી મેળવવા પાત્ર અંદાજે ૧,૩૨,૦૦૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને આ બધા જ લોકોને રસીકરણની કામગીરીમાં આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો…New helpline service: UPIનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે સારા સમાચાર, શરુ થઇ નવી હેલ્પલાઇન સર્વિસ- આ બેંકના ગ્રાહકોને મળશે લાભ