JMC Vaccination camp edited

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ 4 વેક્સિનેશન કેમ્પમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ ચાર વેક્સિનેશન કેમ્પમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૫ એપ્રિલ
: Vaccination camp: જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર વાસીઓને આ રસીકરણ ઉત્સવમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. જેને અનુસંધાને જામનગરની સેવા સંસ્થાઓ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે.

Whatsapp Join Banner Guj

જામનગર ખાતે હાલ વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત રસીકરણ સ્થળો પરથી રોજ ૪૦૦૦ જેટલા લોકો રસી લઇ રહ્યા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ૨૬૫ રસીકરણ સ્થળો પરથી રોજ ૭૦૦૦થી વધુ લોકો રસી લઇ પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.


Vaccination camp: જામનગર ખાતે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરની પ્રખ્યાત દિગ્જામ વુલનમીલ દ્વારા પોતાના ૪૫ વર્ષથી વધુના કર્મચારીઓ માટે તેમજ પટેલ સમાજની વાડી, રાજપૂત કન્યા છાત્રાલય તેમજ પટેલવાડી, નવાગામ ઘેડ વિસ્તાર ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી રસીકરણ કેમ્પ યોજાયા હતા.આ કેમ્પમાં ૫૦૦થી વધુ લોકોએ રસી લઇ જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપ્યો હતો. મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.

ADVT Dental Titanium

આ રસીકરણ અભિયાનમાં (Vaccination camp) ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, કોર્પોરેટર જશુબા ઝાલા, પૂર્વ કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત, અનિરુધ્ધસિંહ ઝાલા, જેઠાભાઇ શેખવા, બાબુભાઇ ચાવડા, દિગ્જામ વુલનમીલના ડાયરેકટર અજય અગ્રવાલ, વી.પી. વર્કસ આર.કે.તિવારી, જી.એમ. શ્રીવાસ્તવ તથા યુનિયન આગેવાનો, પટેલા સમાજના તથા રાજપૂત સમાજના આગેવાનો અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…જામનગર શહેરમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો