Amrut Ahar Mahotsav dharmendrasinh jadeja edited

Amrut Ahar Mahotsav: જામનગર શહેરમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો

નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહોત્સવ (Amrut Ahar Mahotsav)ની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૫ એપ્રિલ:
Amrut Ahar Mahotsav: ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ અગ્રસર કરવા રાજ્ય સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણમાં એક પગલા રૂપી સહાય યોજના અમલી કરવામાં આવી છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનને લોકભોગી બનાવવા અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણને પ્રોત્સાહિત કરવા માટે રાજય સરકાર દ્વારા અમૃત આહાર મહોત્સવ યોજાઇ રહયા છે. જેમાં જામનગર ખાતે ૧૦ એપ્રિલના રોજ અમૃત આહાર મહોત્સવ યોજવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj

Amrut Ahar Mahotsav: આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહોત્સવની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

ADVT Dental Titanium

આ તકે ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…INCTV: કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીવી ચેનલ લોન્ચ કરી.