Kadana Dam 2

UPDATE NOW:વડોદરા અને વાઘોડિયા તાલુકા વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યા

આજવા સરોવરમાંથી 3340 ક્યુસેક પાણી છોડાતાં વડોદરા અને વાઘોડિયા તાલુકા વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યા

Kadana Dam 2

રૂલ લેવલને ધ્યાનમાં રાખીને આજવા સરોવરમાં 212 ફૂટ જળ સ્તર જાળવી રાખવું જરૂરી છે

આજે બપોરે 12 વાગે આજવા ખાતે જળ સ્તર 212.30 ફૂટ અને કાળા ઘોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી 8.50 ફૂટ નોંધાઈ હતી

વડોદરા,૨૩ ઓગસ્ટ:આજવા સરોવરની સપાટી 212 ફૂટ જાળવી રાખવાની જરૂરિયાતને અનુલક્ષીને 62 દરવાજા પરથી 3340 ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હોય,જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચના પ્રમાણે વાઘોડિયા અને વડોદરા તાલુકાના વહીવટી તંત્રોને સાવધ કરવામાં આવ્યાં છે.

વિશ્વામિત્રી કાંઠે વાઘોડિયા તાલુકાના 7 અને વડોદરા ગ્રામ્યના 10 મળી જિલ્લાના કુલ 17 ગામો આવેલા છે.લોકોના જાનમાલની સુરક્ષા માટે આ બંને તાલુકા વહીવટી તંત્રને વિશ્વામિત્રી કાંઠાના ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને સાવચેતીના જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.સંબંધિત ગામોના લોકોને નદી કાંઠે ન જવા અને ઢોર ઢાંખર સાથે નદી પટમાં રોકાણ ન કરવા સહિત જરૂરી સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું છે.

Banner Still Guj