PM Jivan suraksha dharmendra sinh jadeja

Unique birthday celebration: જામનગરમાં સેવાકીય કાર્યો દ્વારા જન્મદિનની અનોખી ઉજવણી કરતા રાજયમંત્રી જાડેજા.

Unique birthday celebration: લોકોના ઘર સુધી જઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ અપાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરતા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ મે
: Unique birthday celebration: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજરોજ પોતાના જન્મદિવસે લોકોના ઘર સુધી જઈ તેમને પ્રધાનમંત્રી વીમા યોજનાના ફોર્મ ભરાવી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. રાજ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, જામનગરમાં ૭૮ તથા ૭૯ વિધાનસભાના અંદાજે ૧.૨૫ લાખ જેટલા પરિવારોના મુખ્ય વ્યક્તિઓના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવેલ છે

Whatsapp Join Banner Guj

અને આગામી (Unique birthday celebration)તા.૧લી ઓગસ્ટે મંત્રી આર.સી.ફળદુના જન્મ દિવસે એટલે કે આજથી માત્ર ૭૦ દિવસના ટુંકાગાળમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિમા યોજનાનો તમામ ખર્ચ મંત્રી આર.સી.ફળદુ, સાંસદ પૂનમબેન માડમ તથા અમારા દ્વાર ચૂકવી લોકોને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરાયો છે.

PM jivan suraksha

આ તકે શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, મહામંત્રી સર્વે મેરામણભાઈ ભાટ્ટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંમણીયા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર સર્વે સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ, જયરાજસિંહ, રાજુભાઈ તથા આલાભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી તેમજ લોકોના વિમા યોજનાના ફોર્મ ભરાવવાની કામગીરીમાં જોડાયા હતા.

આ પણ વાંચો…TaTa groupએ પોતાના સ્ટાફના પરિવાર માટે લીધો મોટો નિર્ણયઃ કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થતા પરિવાર સુધી પહોંચાડશે આ સહાયતા- વાંચો વિગત

ADVT Dental Titanium