Institute

જામનગરની ત્રણ ઇન્સ્ટીટયુટ ને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો, બિલ રાજ્યસભામાં પાસ

લોકસભામાં ખરડો પસાર થયા બાદ રાજયસભામાં ખરડો પસાર કરાયો રાજમાતા ગુલાબકુંવરબા મહાવિદ્યાલય સહિત અન્ય ત્રણ ઇન્સ્ટીટયુટનો સમાવેશ

દેશની એક માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ સંસ્થાને રાષ્ટ્રિય દરજ્જો મળતા આર્યુવેદક્ષેત્રે દશેમાં સંશોધન અને તાલીમનું શ્રેષ્ઠ કેન્દ્ર જામનગર બની રહેશે : રાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરની વધુ એક સિધ્ધી

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૬ સપ્ટેમ્બર:રાજમાતા ગુલાબકુંવરબા દિગ્વિજયસિંહજી જાડેજાના સફળ પ્રયાસોથી જામનગરને શહેર મધ્યમાં વિશાળ આર્યુેવેદ યુનિવર્સિટી પ્રાપ્ત થઇ શકી છે આ એક એવી દેશની પ્રથમ સ્થાયી યુનિવર્સીટી છે કે જેમાં રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોનું શિક્ષણ, સંશોધન કરવામાં આવે છે જામનગરના ઇતિહાસમાં વધુ એક યશકલગીનો સમાવેશ થયો છે આ વિશ્વ વિદ્યાલયને રાષ્ટ્રિય દરજ્જો મળવાનો છે અને આ માટેના ખરડો પણ રાજયસભામાં પાસ થઈ ગયો છે.

વર્ષ 1966માં સાર્વજનિક હેતુસર આર્યુવેદના પ્રચાર-પ્રસાર, અભ્યાસ અને તબીબી નિદાન માટે સ્થપાયેલી યુનિવર્સિટીના પ્રથમ ચાન્સેલર તે સમયના ગર્વનર ડો.કોહલી હતા અને હાલ આ યુનિવર્સિટીમાં 300 બેડની ઇન્ડોર ફેસેલીટીની હોસ્પિટલ કાર્યરત છે અને રોજ 1000થી વધુ દર્દીઓનું ઓ.પી.ડી.માં નિદાન કરવામાં આવે છે આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશાળ આયુર્વેદ ઔષધીઓનું આર્યુવેદ વન પણ બનાવાયું છે.

જામનગરની ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન આર્યુવેદ, ગુલાબકુંવરબા આયુર્વેદ વિશ્ર્વ વિદ્યાલય અને ઇનસ્ટીટયુટ ઓફ આર્યુવેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ એમ ત્રણ સંસ્થાઓને ગત લોકસભામાં રાષ્ટ્રીય દરજ્જો આપવાનો ખરડો પાસર થઇ ચુકયો છે અને આ ખરડાને રાજયસભામાં પસાર કરવા માટે વર્તમાન સત્રમાં મુકવામાં આવ્યો હતો જે પસાર થઈ ગયો છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આ ખરડો રાજયસભામાં રજુ પાસ થઈ જતા જણાવ્યું હતું કે આ ખરડો આર્યુવેદ અને તેની સંલગ્ન શાખાોમાં શિક્ષણ, સંશોધન અને તાલીમમાં પ્રોત્સાહન આપશે.

loading…

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં કાર્યરત ધી ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીંચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દેશમાં એક માત્ર કેન્દ્ર છે જેને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હું)એ પણ કોલોબ્રેટીંગ સેન્ટર બનાવેલ છે, જામનગર માં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્યુવેદાચાર્યોમાં અને યુનિવર્સિટી કેમ્પસમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

Banner Ad Space 03