Laxmi Bomb Film

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોંબ’,ક્લિક કરી જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ?

Laxmi Bomb Film

અહેવાલ: હેમાલી ભટ્ટ

૧૬ સપ્ટેમ્બર:અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોંબની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.અક્ષયે ટ્વીટ કરી ફિલ્મના રિલીઝ વિશે માહિતી આપી.હોરર કોમેડી ફિલ્મ લક્ષ્મી બોંબ નવ નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટ ફોર્મ પર રિલીઝ થશે, ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારે ટ્વીટ કરી કે – આ દિવાળીએ તમારા ઘરમાં લક્ષ્મી સાથે ધમાકેદાર બોંબ પણ આવશે,ડિઝની પ્લસ હોટ સ્ટાર પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત કિઆરા અડવાણી, તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કલ્સેકર જેવા કલાકારો છે. આ ફિલ્મને ડિરેક્ટર રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘મુનિ 2: કાંચના’ની હિંદી રીમેક છે. ‘લક્ષ્મી બોમ્બ’ પહેલા 22 મેના રોજ રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે આ ફિલ્મ રિલીઝ ન થઈ શકી. હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થઈ રહી છે.અક્ષયે અગાઉ આ ફિલ્મ વિશે કહ્યું હતું કે – લક્ષ્મી બોંબમાં એક એવી ભૂમિકા ભજવી છે કે મને ઉત્સાહ અને ઉત્સુકતા બંને છે.આ ફિલ્મમાં મારા કમ્ફર્ટ ઝોનનો અંત થાય છે.

loading…