sujlam suflam 2

Sujlam Suflam: અમદાવાદ જિલ્લો જળ સંચયના 415 કામો દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં ૨૫૪.૭ લાખ ઘન ફૂટ વધારો…

Sujlam Suflam: સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં જળ સંગ્રહ સંલગ્ન કામો હાથ ધરાયા હતા. જેના પગલે જિલ્લામાં સમગ્રતયા ૪૧૫ કામો હાથ ધરાયા અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં ૨૫૪.૭ લાખ ઘન ફૂટનો વધારો થયો છે.

અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય
અમદાવાદ , ૨૩ જૂન:
Sujlam Suflam: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત આયોજનના પગલે સમગ્ર રાજ્યમા સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાયું હતું. લગાતાર ચોથા વર્ષે યોજાયેલા આ અભિયાન અંતર્ગત અભૂતપૂર્વ સફળતા મળી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની ચોથી કડીનો પ્રારંભ 1 એપ્રિલ 2021 ના રોજ કરાવ્યો હતો. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ તેના સારા પરિણામ પ્રાપ્ત થયા છે. જિલ્લામાં જળ સંચયના વિવિધ પ્રકારના ૪૧૫ કામો હાથ ધરાયા અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં ૨૫૪.૭ લાખ ઘન ફૂટનો વધારો થયો છે હોવાનું જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

આ કામ થકી અમદાવાદ જિલ્લામાં ૭,૨૧,૨૩૦ ઘન મીટરનું ખોદાણ થયું છે અને છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ૧૮,૩૨૫ માનવ દિનની રોજગારી પેદા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ સૂફલામ જળ અભિયાન (Sujlam Suflam) અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ એમ કુલ ત્રણ વર્ષમાં સંગ્રહ શક્તિમાં અનુક્રમે ૩૯૧.૬ લાખ ઘન ફૂટ, ૩૮૩.૮ લાખ ઘન ફૂટ અને ૨૨૨.૫ લાખ ઘન ફૂટનો વધારો થયો હતો.

આ પણ વાંચો…Manrega: અમદાવાદ જિલ્લામાં ‘મનરેગા’ હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા

Sujlam Suflam Jal Yojna Ahmedabad

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શીકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાન (Sujlam Suflam) ની ઉપલબ્ધીઓમાં અનેક ગણો વધારો થયો છેવિશ્વવ્યાપી કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે ૦૧ એપ્રિલથી ૧૦ જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે. રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.