jmc anaj kit

Ration kit distribution: જામનગરમાં શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા કોવિડ ના અસરગ્રસ્તો ને કરાયું

Ration kit distribution: મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને ઉધ્યોગપતિઓ દ્વારા 100 થી વધુ કીટ નું કરાયું વિતરણ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ જૂન:
Ration kit distribution: ભારત માં હાલ કોવિડ સંક્રમણ ને લઈને અનેક પરિવારો આર્થિક મુશ્કેલી માં મુકાયા છે ત્યારે આ કોવિડ ની અસર થી પ્રભાવિત સમુદાયો માટે શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા રાહત કાર્ય ચાલુ કરાયા છે પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈજી ની પ્રેરણા અને માર્ગદર્શન થી જામનગર માં પણ ગરીબ અને મધ્યમ પરિવારો ને રાશન કીટ આપવામ આવી રહી છે

જામનગર ના દિગ્વિજય પ્લોટ સ્થિત જ્ઞાનમંદિર માં વોર્ડ નંબર 2 ના મહિલા કોર્પોરેટર અને જામનગર મહાનગર પાલિકા ના આરોગ્ય અને ગાર્ડન સમિતિ ના ચેરમેન ડીમ્પલબેન રાવલ જૈન અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ દિલીપભાઇ મકીમ (કેતન ઈલેકટ્રોનિક્સ ) ટમુભાઈ સુતરીયા (સુતરીયા ડ્રેસિસ) તેમજ શ્રીમદ રાજચંદ્ર મિશન ના હિતેશભાઈ મહેતા સહિત આગેવાનોએ અનાજ તેલ મસાલા વિગેરે ની જીવન જરૂરી સામગ્રી નો સમાવેશ કરતી રાશન કીટ (Ration kit distribution) નું વિતરણ કર્યું હતું

આ પણ વાંચો…અમદાવાદ જિલ્લામાં ‘મનરેગા’ હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા

શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા ભારત ના અનેક શહેરો માં રાશન કીટ ના વિતરણ (Ration kit distribution) નું અભિયાન કાર્યરત છે જેના દ્વારા અનેક મધ્યમ વર્ગીય પરિવારો ને રાશન કીટ ની સહાય આપવામાં આવી રહી છે કોવિડ ની મહામારી ફેલાય ત્યાર થી શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર ગુરુદેવ રાકેશભાઈ ની પ્રેરણા થી વિશ્વ ના પાંચ ખંડોના પચાસ શહેરો માં રાહતકાર્યો શરૂ કરાયા છે જેનો અત્યારસુધી માં 75 લાખ જીવોએ લાભ લીધો છે જ્યાસુધી પરિસ્થિતી ની માંગ છે ત્યાં સુધી સારવાર અને સુરક્ષા માટે સંસ્થા કટિબધ્ધ છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.