Vaccine surat aathava

SMC Vaccination: શહેરના આઠ ઝોનમાં અઠવા ઝોન રસીકરણમાં અવ્વલ નંબરે

SMC Vaccination: સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી

  • છેલ્લાં ૦૫ મહિના દરમિયાન (SMC Vaccination)શહેરના આઠ ઝોન વિસ્તારમાં ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા
  • શહેરના આઠ ઝોનમાં અઠવા ઝોન ૨,૪૭,૩૭૬ લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૦૧ જૂન:
SMC Vaccination: કોરોનાના સંક્રમણને નાથવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને વધુ વેગવાન બનાવી છે. ગત તા.૧લી જાન્યુ.થી લઈ ૩૧ મે-૨૦૨૧ સુધીના કુલ ૦૫ મહિના દરમિયાન શહેરના આઠ ઝોન વિસ્તારમાં પ્રથમ તથા બીજા ડોઝ સાથે કુલ ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા છે. સુરત શહેરમાં અઠવા ઝોન ૨,૪૭,૩૭૬ લોકોના રસીકરણ સાથે અગ્રેસર રહ્યું છે. શહેરના અન્ય ઝોનના રસીકરણની વિગતો જોઈએ તો, સેન્ટ્રલ ઝોનમાં ૧,૪૭,૯૫૯, વરાછા ઝોન-એ માં ૧,૬૧,૯૧૧ તેમજ વરાછા ઝોન-બીમાં ૧,૩૨,૧૭૪, સાઉથ ઝોન-ઉધનામાં ૧,૪૯,૯૨૧, નોર્થ ઝોન-કતારગામમાં ૧,૭૫,૫૮૦, વેસ્ટ ઝોન-રાંદેરમાં ૧,૮૮,૯૮૪, સાઉથ ઇસ્ટ ઝોન-લિંબાયતમાં ૧,૩૫,૮૩૩ લોકોને વેક્સીન અપાઈ છે.

Whatsapp Join Banner Eng

SMC Vaccination: સમગ્ર શહેરના રસીકરણની વાત કરીએ તો ૨,૧૯,૧૧૨ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ ડોઝ તથા ૭૯,૧૨૮ ને બીજો અપાઈ ચૂક્યો છે. જ્યારે ૪૫ થી વધુ વયના ૫,૯૩,૦૦૫ વડીલોને વેક્સિનનો પ્રથમ ડોઝ તથા ૧,૮૮,૨૦૩ ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮ થી ૪૪ વર્ષની વયના ૨,૫૯,૩૭૭ યુવાનોને પ્રથમ ડોઝ અને ૯૧૩ યુવાનોને બીજો ડોઝ અપાયો છે. આમ, ૧૦,૭૧,૪૯૪ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૨,૬૮,૨૪૪ નાગરિકોને બીજો ડોઝ મળી કુલ ૧૩,૩૯,૭૩૮ લોકોને વેક્સિનનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો…job vacancy: ઈન્ડિયન પોસ્ટ સર્વિસે GDSની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી, આ તારીખ સુધી અરજી કરી શકાશે

સુરત મહાનગરપાલિકાના આસિ.કમિશનર જયેશ ગાંધીએ જણાવ્યું હતું કે, અઠવા ઝોનના શહેરીજનોએ વેક્સિનેશન કામગીરીમાં પાલિકા (SMC Vaccination) તંત્રને સહકાર આપ્યો તે ખરેખર સરાહનીય છે. રસીકરણના શરૂઆતના તબક્કામાં રસી મૂકાવવા માટે લોકો અચકાતા હતા, પરંતુ કોરોનાની રસીની કોઈ આડઅસર ન જણાતા તેમજ કોરોના સંક્રમણમાં રસીકરણ અસરકારક શસ્ત્ર છે એવી સમજના કારણે લોકો રસી લેવા આગળ આવ્યા અને અન્ય લોકોને પણ રસી લેવા પ્રેરિત કરી રહ્યા છે.

ADVT Dental Titanium