પશ્ચિમ રેલ્વે ના કાર્યાલયો માં છેલ્લા ચાર મહિના દરમિયાન ઈ – ફાઇલો માં છ ગણો અને ડિજિટલ પ્રાપ્તિઓ ની સંખ્યામાં નવ ગણો વધારો

લોકડાઉન અને ઓફિસો માં માનવીય અને ભૌતિક સંપર્કો ને ઘટાડવાના પ્રયત્નો ને
મેન્યુઅલ ફાઇલિંગ સિસ્ટમ સિવાય પશ્ચિમ રેલ્વે ડિજિટલ પ્લેટફોર્મ ના ઉપયોગને બખૂબી રીતે
આગળ વધારી છે.રેલટેલ દ્વારા ક્રિયાન્વિત એનઆઈસી ઈ ઓફિસ પ્લેટર્ફોર્મ પર પશ્ચિમ રેલ્વે
ના દરેક કાર્યાલયો (મુખ્યાલય તથા 6 ડિવિઝનો) ની ડિજિટલ ફાઈલો ની સંખ્યામાં છેલ્લા 4
મહિના (એપ્રિલ -જુલાઈ 2020) ના દરમ્યાન લગભગ 6 ગણો વધારો થયો છે. લોકડાઉન
પૂર્વે પશ્ચિમ રેલ્વે દ્વારા સર્જન ઇ-ફાઇલોની સંખ્યા 10,462 હતી અને 31 જુલાઈ 2020 સુધીમાં
પશ્ચિમ રેલ્વે કાર્યાલયોએ ઇ ઓફિસ પ્લેટફોર્મમાં 61,418 ડિજિટલ ફાઇલો સર્જન કરી છે. આ
સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વેના વપરાશકર્તાઓ દ્વારા જનરેટ થયેલ ઇ -પ્રાપ્તિઓ ની
સંખ્યામાં પણ 9 ગણો વધારો થયો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારીયાદી મુજબ, રેલ્વે મંત્રાલય હેઠળ ના એક મિનિ રત્ન પીએસયુ રેલટેલ, ભારતીય રેલ્વે માટેએનઆઇસી ઈ ઓફિસ ને તબક્કા વાર રીતે અમલીકરણ કરી રહ્યું છે. પશ્ચિમ રેલ્વેના મુખ્યાલયઅને તમામ 6 ડિવિઝનો માં ઇ – ઓફિસના અમલીકરણનું કામ ફેબ્રુઆરી 2020 સુધીમાં પૂર્ણથયું હતું. વર્તમાન માં ભારતીય રેલ્વેના 106 એકમો (ક્ષેત્રિય મુખ્યાલય, ડિવિઝનો, ઉત્પાદન કારખાનાઓ, કેન્દ્રીય તાલીમ સંસ્થાઓ વગેરે) ના 1,04,332 વપરાશકર્તાઓ છે અને 31જુલાઈ 2020 સુધીમાં, કુલ 16,55,748 ઇ-રસીદો અને 5,47,681 ઇ -ફાઇલો ઉત્પન્ન થઈ
છે. ડિજિટલ ફાઇલિંગના ઝડપી ઉપયોગ સાથે, પશ્ચિમ રેલ્વે પેપરલેસ ઓફિસ સંસ્કૃતિને
અપનાવવા માટે ફાસ્ટ ટ્રેક પર છે, જે પરિચાલન ખર્ચમાં બચાવ કરશે જ પરંતુ કાર્બન ફૂટપ્રિન્ટને
પણ ઘટાડશે.
શ્રી ઠાકુરે ધ્યાન દોર્યું હતું કે ઇ-ઓફિસની ઉપલબ્ધતાને કારણે, પશ્ચિમ રેલ્વેમાં મોટાભાગ
નું ફાઇલ કાર્ય હવે ઓફિસોમાં ભૌતિક હાજરી વિના સરળતાથી ચાલું રહી શકે છે, જે સંકટ
સમયે એક વરદાન છે.રેલટેલ ને રેલવે ના અધિકારીઓ ને વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક કનેક્શન
પણ પ્રદાન કર્યું છે, જેથી તેઓ ફાઇલ કાર્યો ને દૂરસ્થ રૂપે સંસાધિત કરવામાં સક્ષમ થઈ
શકે. ફાઇલોના ઝડપી નિકાલ અને પદ્ધતિસરની જાળવણી, બાકી ફાઇલો પર દેખરેખ રાખવું

એ એનઆઇસી ઇ ઓફિસના કેટલાક અન્ય તાત્કાલિક ફાયદા છે. રેલવે અધિકારીઓને ઈ
ઓફિસ પ્લેટફોર્મ અસરકારક રીતે સંચાલિત કરવા રેલટેલ ટિમો દ્વારા તેમને માટે યોગ્ય
તાલીમ આપવામાં આવી છે, તેમજ તાલીમ ના વિડિઓ પણ બનાવી ને તેને યુ ટ્યુબ પર
અપલોડ કરવામાં આવી છે. જેની મદદથી યુઝર્સ ઇ-ઓફિસનો યોગ્ય ઉપયોગ સમજી શકે
છે.અધિકારીઓને મેન્યુઅલ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવાની ટેવ છોડી દેવા માટે અનુકૂળ
કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા કોઈ પણ મુશ્કેલીની પરિસ્થિતિમાં રેલ્વેના કોઈપણ
વપરાશકર્તાને સિસ્ટમનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે હેલ્પ ડેસ્કનું પણ આયોજન
કરવામાં આવ્યું છે. એનઆઈસી ઇ-ઓફિસ એ ક્લાઉડ સક્ષમ સોફ્ટફ્ટવેર છે જે રાષ્ટ્રીય
સૂચના વિજ્ઞાન કેંદ્ર (એનઆઈસી) દ્વારા વિકસિત એક ક્લાઉડ સક્ષમ સોફ્ટવેર છે. જેને
સિંક્દરાબાદ અને ગુડગાંવ માં રેલટેલ ટાયર III અપટાઇમ યુએસએ પ્રમાણિત ડેટા કેન્દ્રો થી
હોસ્ટ કરવામાં આવે છે.રેલટેલ કોર્પોરેશન એક મિનિ રત્ન (શ્રેણી-1) પીએસયુ, દેશના સૌથી
મોટા તટસ્થ ટેલિકોમ સેવા પ્રદાતાઓમાંનું એક છે,

જે દેશના તમામ મહત્વપૂર્ણ કસબાઓઅને શહેરો અને ઘણા ગ્રામીણ વિસ્તારોને આવરી લેતું પેન-ઇન્ડિયા ઓપ્ટિક ફાઇબર નેટવર્કનું નેતૃત્વ ધરાવે છે. ઓપ્ટિક ફાઈબર ના 57000 + માર્ગ કીલો મીટર ના એક મજબુતનેટવર્ક ની સાથે રેલટેલ ની પાસે બે ટીયર III ડેટા કેન્દ્ર પણ છે. રેલટેલ ભારતીય રેલવે માટેપરિચાલન ના આધુનિકરણ અને નેટવર્ક સિસ્ટમ ના પ્રકાશનના સિવાય દેશના દરેક ભાગોનારાષ્ટ્ર વ્યાપી બ્રોડબેન્ડ ટેલિકોમ અને મલ્ટીમીડિયા નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં સૌથી આગળછે. તેના પેન ઈન્ડિયા ઉચ્ચ ક્ષમતાવાળા નેટવર્ક સાથે, રેલટેલ વિવિધ મોરચાપર એક નોલેજસોસાયટી બનાવવા ની દિશા તરફ કામ કરી રહી છે અને ટેલિકોમ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા વિવિધમિશન-મોડ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે તેની પસંદગી કરવામાં આવી છે. રેલટેલએમપીએલએસ-વીપીએન, ટેલિ-પ્રિજેંસ, લીઝ્ડ લાઇન, ટાવર કો-લોકેશન, ડેટા સેન્ટરસેવાઓ, વગેરે જેવી સેવાઓનો સમૂહ પ્રદાન કરે છે. રેલટેલ મુખ્ય સ્ટેશનો પર જાહેર વાઇ-
ફાઇ પ્રદાન કરીને રેલ્વે સ્ટેશન ને ડિજિટલ હબમાં રૂપાંતરિત કરવા માટે અગ્રણી છે.
વર્તમાન માં 5685+ સ્ટેશનો રેલટેલ ના રેલવાયર વાઇ-ફાઇથી સજ્જ છે.

પ્રદીપ શર્મા,
જનસંપર્ક અધિકારી,
પશ્ચિમ રેલવે, અમદાવાદ