Shankar sinh Vaghela

Shankarsinh vaghela: શંકરસિહ બાપુ નો અદભૂત ક્ષાત્રધર્મ અને રાજધર્મ

Shankarsinh Vaghela: દડો રાજ્ય સરકાર ના કોર્ટ માં છે, રાજકીય લાભાલાભ ત્યજી બાપુએ સોંપેલા વિશાળ કોલેજ કેમ્પસ મા કોવીડ સેન્ટર ઉભા કરે.

shankarsinh bapu letter

ગાંધીનગર, ૧૩ એપ્રિલ: Shankarsinh vaghela: સરદાર વલ્લભભાઈ પટેલની એક હાકલ પર રજવાડા ત્યજી દેનાર ક્ષત્રિયો નુ ખમીર હજુય એવુ ને એવુ જ અકબંધ છે એનુ ઉદાહરણ પુર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિહજી વાઘેલા એ પુરૂ પાડ્યુ. પાળીયા થઈને ખપી ગયેલા પુર્વજો ના વંશજો આજેય આવી પડેલી આફત સમયે પોતાની પાસે જે છે તે દેશ અને રાજ્ય માટે બેહીચક ખપાવી દેવાની ખુમારી રાખે છે એ બાબત હાશકારો આપનારી છે.

Whatsapp Join Banner Guj

કોરોના મહામારી ની વિકટ સ્થિતિમાં જ્યારે રાજ્ય સરકાર લાચાર અને દીશાહીન બની છે ત્યારે સકારાત્મક વલણ દાખવી પોતાની ગાંધીનગર સ્થિત બન્ને કોલેજો સરકારને કોવીડ સેન્ટર માટે આપવાની જાહેરાત કરી શંકરસિહ બાપુ (Shankarsinh vaghela)એ ક્ષાત્રધર્મ સાથે રાજધર્મ પણ નિભાવ્યો છે . પ્રજાના કોઈપણ વર્ગ ને પડતી મુશ્કેલી સમયે સરકાર સામે હંમેશા સંઘર્ષ કરવાની સાથોસાથ આકરાપાણી એ વિરોધ નોધાવતા બાપુ એ માત્ર સરકારના કાન આમળીને ફરજ પુરી કર્યાનો દેખાડો કરવાના બદલે સકારાત્મક ભુમિકા દાખવી રાજનિતિ નુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે .

ADVT Dental Titanium

પાછલા બારણે સરકારને અંધારામાં રાખી રેમડીસીવીર મેળવી આગલા બારણેથી સત્તા ના દ્વારમા ઘુસવાના પ્રયાસ કરનારાઓ એ આમાંથી શીખવું જોઈએ. માત્ર એક કાગળ લખજો હું હાજર થઈ જઈશ ની વાતો કરી ગુજરાતીઓ ને મરવા છોડી બંગાળ મા સત્તા માટે 24×7 પ્રય્તન કરનાર પુર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને સત્તાને ખાસડે મારી પ્રજાહીતમા સંઘર્ષ નો માર્ગ પકડનાર શંકરસિહ વચ્ચે નું અંતર પણ આનાથી છતુ થાય છે. બાપુ પાસે નવસો કરોડ નુ વિમાન તો નથી કે રેમડીસીવીર લઈ મીનીટોમા ગુજરાતીઓ ના જીવ બચાવવા પંહોચી શકે પણ અમુલ્ય હ્રદય છે જે ગુજરાત માટે જે પણ કાંઈ છે તે ન્યોછાવર કરી શકે .

આ પણ વાંચો…કોરોના(Corona Second Wave)ની બીજી લહેર વધુ ખતરનાક હોવા પાછળનું કારણ એમ્સના ડાયરેક્ટરએ જણાવ્યું…! વાંચો સંપૂર્ણ અહેવાલ