RC faldu JMC

Sevakshetra Rathod Bhuvan: જામનગરના સેવાક્ષેત્ર રાઠોડ ભુવનની મુલાકાત લેતા આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા

Sevakshetra Rathod Bhuvan: જામનગરના સેવાક્ષેત્ર રાઠોડ ભુવનની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્વહસ્તે દર્દીઓના પરિજનોને ભોજન આપી મંત્રીઓ થયા સેવાકાર્યમાં સહભાગી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૮ મે:
Sevakshetra Rathod Bhuvan: જામનગર ખાતે અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓ અને દર્દીઓના પરિજનો માટે સેવાકાર્યમાં સહભાગી થઇ રહી છે, ત્યારે જી.જી. હોસ્પિટલથી નજીકમાં સ્થિત રાઠોડ ભુવન ખાતે દર્દીઓના પરિજનોને ઘર જેવો ઉત્તમ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સવારે અને રાત્રે બંને સમયે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. લાંબા સમયથી આ સેવા કાર્યમાં જોડાયેલા આ સંસ્થાના સભ્યો પોતાનું અનામી સેવાકાર્ય કરી માત્ર દર્દીના પરિજનોને આ મુશ્કેલીના સમયમાં ભોજન અંગે કોઈ તકલીફ ન થાય તેની કાળજી લઇ રહ્યા છે.

Whatsapp Join Banner Guj

કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ (Sevakshetra Rathod Bhuvan) સેવા સંસ્થાના કાર્યક્ષેત્રની મુલાકાત લીધી હતી. સંસ્થાની સંપૂર્ણ વ્યવસ્થાઓ જાણી મંત્રીઓ એ આ સંસ્થાની સરાહનીય કામગીરીને અને સંસ્થાના સભ્યોને બિરદાવ્યા હતા. મંત્રીઓ સેવા ક્ષેત્ર ખાતે આવતા દર્દીઓના પરિજનોને સ્વહસ્તે ભોજન આપી સેવા કાર્યમાં સહભાગી થયા હતા.
આ મુલાકાતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ વગેરે જોડાયા હતા.

આ પણ વાંચો…BAPS: જામનગરની બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જી.જી.હોસ્પિટલને પ્રાણવાયુની સહાય

ADVT Dental Titanium