Rea bail

ડ્રગ્સ કેસમાં 30 દિવસ બાદ રિયા ચક્રવર્તી જેલની બહાર આવી, હાઈકોર્ટે નવ શરતો સાથે જામીન આપ્યા

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૭ ઓક્ટોબર: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી.લોઅર કોર્ટમાં બેવાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે રિયાની જામીન અરજી મંજૂર કરી દીધી છે. જોકે રિયાના ભાઈની જામીન અરજી મંજૂર કરવામાં આવી નથી. હાઈકોર્ટે રિયાને નવ શરતો તથા એક લાખ રૂપિયા પર જામીન આપવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે રિયા ડ્રગ ડિલર્સનો હિસ્સો નથી. હાલમાં એવું કોઈ પ્રમાણ નથી.
આ ઉપરાંત સુશાંતના સ્ટાફના બે સભ્યો દીપેશ સાવંત તથા સેમ્યુઅલ મિરાન્ડાના પણ જામીન અરજી મંજૂર કરી દીધા છે. રિયાના ભાઈ શોવિક તથા ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી કોર્ટે નકારી કાઢી છે.

loading…