Sayaji realx dome

Relaxation facility: દર્દીઓના સ્વજનોની માટે સયાજી હોસ્પિટલ માં વિશાળ ડોમનું નિર્માણ

Relaxation facility: ખાસ ફરજ પરના અધિકારી સાથે પરામર્શ અને સૂચના હેઠળ દર્દીઓના સ્વજનો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે

વડોદરા: ૦૨ મે: Relaxation facility: છેલ્લા કેટલાક દિવસોથી સયાજી હોસ્પીટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.તેના પગલે કોવિડ હોસ્પિટલ ની બહારના ભાગે દાખલ દર્દીઓ ના સ્વજનોની ભીડ પણ વધી છે. હાલમાં સખત તડકો પડી રહ્યો છે અને વાતાવરણમાં બદલાવ થી વરસાદ, ઝંઝાવાતનું વાતાવરણ પણ સર્જાય છે.

તેને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સાથે પરામર્શ અને એમની સૂચના હેઠળ,તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરના નિરીક્ષણ હેઠળ કોવિડ બિલ્ડિંગની પાછળ એક વિશાળ,ઓલ વેધર ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં ૪૦૦ થી ૫૦૦ જેટલાં સ્વજનો આરામથી (Relaxation facility) બેસી શકશે અને વિશ્રામ કરી શકશે. આ અંગે વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે ઓપીડીની સામે હાલમાં દર્દીઓના સ્વજનો માટે એક નાનો તંબુ હયાત છે જે હવે દર્દીઓની સંખ્યા વધતા નાનો પડે છે.હાલમાં ચોવીસ કલાકમાં બે ડોમ બનાવી દેવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj

તેને અનુલક્ષીને આ લોકોને સંક્રમણની શક્યતાથી મુક્ત રાખવા વરસાદ કે પવનોની ઝીંક ઝીલે તેવા ડોમનું (Relaxation facility) નિર્માણ હાથ ધર્યું છે અને અહી બેસવા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.વિવિધ સેવાભાવી સંસ્થાઓ દર્દીઓના સ્વજનોને ભોજન,લીંબુ પાણી જેવી સુવિધા આપે છે ,તેમની સાથે પણ ઉચિત સંકલન કરવામાં આવે છે. આમ,તંત્ર દ્વારા માનવતાના ધોરણે દાખલ દર્દીઓ ની સાથે તેમના સ્વજનોની સુવિધાની કાળજી લેવાનો માનવતા સભર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો…પ્રેરક વાત: કપરા સમયમાં સુરતની 52 સામાજિક સંસ્થાઓ(52 social organizations)એ સાથે મળીને આરંભેલા અનોખા સેવા યજ્ઞની, હૈયાને ટાઢક

ADVT Dental Titanium