Chhapri border 4

Rajsthan border: રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા મુસાફરો ચેકપોસ્ટ ઉપર અટકાવાયા……

Rajsthan border: અંબાજી નજીક રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા મુસાફરો ને સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અટકાવાયા……. સરહદ ની ચેકપોસ્ટ ઉપર રેપિડ એન્ટિજન કીટ દ્વારા કોરોના નો ટેસ્ટ કરવા પણ માંગ કરી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૧ એપ્રિલ:
ગુજરાત માં કોરોના નું સંક્ર્મણ વધતા ગુજરાત સરકાર એક્સન મોડ માં આવી છે ને આજ પહેલી એપ્રિલ થી અન્ય રાજ્યો માંથી (Rajsthan border) ગુજરાત માં પ્રવેશવા માટે RTPCR રિપોર્ટ ફરજીયાત કર્યો છે દરેક મુસાફરો એ ગુજરાત માં પ્રવેશતા ની સાથે આરોગ્ય કર્મી તેમજ પોલીસ કર્મીઓ ને 72 કલાક અગાઉ કરાયેલો RTPCR નો નેગેટિવ રિપોર્ટ બતાવો પડશે

Whatsapp Join Banner Guj

અંબાજી નજીક ગુજરાત ની બોર્ડર ઉપર આજે સવાર થી જ રાજસ્થાન થી ગુજરાત માં (Rajsthan border) પ્રવેશતા મુસાફરો ને સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અટકાવાયા હતા જોકે આ પૂર્વે રિયાલિટી ચેક માં પ્રવાસીઓ તરફ થી મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો કોઈના રિપોર્ટ હોય કે ન હોય તેમને જવા દેવાયા હતા પણ અમારી ટિમ બોર્ડર ઉપર પહોંચતા જ પોલીસ ને આરોગ્ય ટિમ એક્સન મોડ માં આવી હતી ને પ્રવાસીઓ ના વાહનો ની લાંબી લાઈન ખડકી દીધી હતી જ્યાં પ્રવાસીઓ પાસે થી RTPCR ના નેગેટિવ રિપોર્ટ ની માંગ કરતા જોવા મળ્યા હતા ને જેમની પાસે આવો કોઈજ કોરોના નો નેગેટિવ રિપોર્ટ ન હોય તેવા મુસાફરો સહીત વાહન ચાલકો ને રાજસ્થાન તરફ પરત કરાયા હતા

ADVT Dental Titanium

જયારે કેટલાક મુસાફરો પાસે RTPCR ના નેગેટિવ રિપોર્ટ ની કોપી મોબાઈલ માં તેમજ કાગળ ઉપર મળી આવતા તેમને ગુજરાત માં પ્રવેશવા દેવાયા હતા જોકે આ સમગ્ર પ્રક્રિયા માં લઈ ફરજીયાત બનાવાયેલા RTPCR નો રિપોર્ટ માંગતા પ્રવાસીઓ ને પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે તુતુ મેમે ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જોકે સરકાર ની આ પ્રક્રિયા ને મિશ્રપ્રતિસાદ જોવા મળી રહ્યો છે

જોકે રાજસ્થાન થી ગુજરાત (Rajsthan border) પરત ફરી રહેલા ગુજરાતીઓ માં રોષ ની લાગણી પણ જોવામળી હતી અને જો કોઈ પ્રવાસીઓ ગુજરાત પરત ફરી રહ્યા હોય અને તેમની પાસે RTPCR નો નેગેટિવ રિપોર્ટ ન હોય તેવા પ્રવાસીઓ માટે સરહદ ની ચેકપોસ્ટ ઉપર રેપિડ એન્ટિજન કીટ દ્વારા કોરોના નો ટેસ્ટ કરવા પણ માંગ કરી હતી જ્યારે કેટલાક મુસાફરો એ સરકાર દ્વારા અપાયેલી રસીના બે ડોઝ બાદ પણ RTPCR રીપોર્ટ માગતા રસી સામે સવાલ ઉઠાવ્યા હતા

સરકાર દ્વારા જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી રાજ્ય ની સરહદ ઉપર આ પ્રક્રિયા ચાલુ રહેશે તેવું જાણી ગણા મુસાફરો માઉંટઆબૂ જવા નીકળેલા તેઓ પણ ગુજરાત ની બોર્ડર થીજ પરત ફરતા પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો…સુપ્રસિદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટિલા(Chotila)માં બનશે રોપ-વે, સીએમ વિજયભાઇ રૂપાણીએ વિધાનગૃહમાં કરી જાહેરાત