Platform ticket: અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના નવા રેટ. જાણો વિગત..

Platform ticket

25 માર્ચથી અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ(Platform ticket) ₹ 30 મા તથા અન્ય સ્ટેશનો પર ₹ 10 મા મળશે.

  અમદાવાદ , ૨૪ માર્ચ: Platform ticket: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટ (Platform ticket) રેટ 25 માર્ચ, 2021 થી ₹ 50 થી ઘટાડીને 30  કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

 આ માહિતી આપતાં મંડળ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવા ડિવિજન દ્વારા લીધેલા નિર્ણય મુજબ 25 માર્ચથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી,પાટણ, ઊંઝા ,  સિદ્ધપુર, સાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (જેલ તરફ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર ₹ 30 રહેશે. 

ADVT Dental Titanium

આ સિવાય બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રેટ 10 ₹ રહેશે. આ માટે ટિકિટ વિંડો પર સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.  મુસાફરોને વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા વિનંતી છે.

આ પણ વાંચો…પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર થઇ મહેરબાન, નાણામંત્રી પીએફ(PF Account)ને લઇ કરી મોટી જાહેરાત