20 years corona patient edited

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી

20 years corona patient edited

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી કરીને સમયને સાર્થક કરતો ૨૦ વર્ષીય શ્યામ ગઢિયા

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૨૩ ઓક્ટોબર: સંકટ સમયે સમજદારીભર્યો નિર્ણય માનવીને અનેક મુશ્કેલીઓથી સલામત રાખે છે. આવો જ સમજદારીભર્યો નિર્ણય લીધો છે રાજકોટના શિવમપાર્કમાં રહેતા ગઢિયા પરિવારના સદસ્યોએ. તાવ, શરદી અને ઉધરસના લક્ષણ જણતા ૨૦ વર્ષીય શ્યામ તેના માતા અને બા એ કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓએ પરિવારના અન્ય સદસ્યોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર લેવાનો નિર્ણય લીધો.

સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાં બાદ ત્યાં મળેલી સારવાર અને તેમણે પસાર કરેલા સમય વિશે વાતચીત કરતાં શ્યામે જણાવ્યું હતું કે, ” તબીબો દ્વારા દરેક વયના લોકોનું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મારા બાની ઉંમર ૬૯ વર્ષ છે. અમે લોકો તેમના સ્વાસ્થ્ય માટે ચિંતિત હતા. પણ આરોગ્ય કર્મીઓએ અમારી એ ચિંતા પણ દૂર કરી દીધી હતી. કોરોનાને હરાવવા મનની શક્તિ સાથે તનની શક્તિ પણ સારી હોવી જરૂરી છે. જેને ધ્યાન લઈ અમને ત્રણ ટાઈમ ઉકાળો, ગરમ દૂધ અને પૌષ્ટીક આહાર આપવામાં આવતો હતો. સાથો સાથ ડોક્ટર્સ સમયાંતરે તબિયતની ચકાસણી અને પૃચ્છા કરીને અમારું મન પણ હળવું કરતાં હતાં.”

કોરોનાથી તન અને મન નબળું ન થાય તે માટે સારવારના સમયને સાર્થક કરવા માટે હું ઓનલાઈન સ્ટડી કરતો. ફોરેંઈન લેંગ્વેજ શિખતો. તેમજ ઓનલાઈન કોર્સિસ એટેન્ડ કરીને મારા જ્ઞાનમાં વધારો કરતો. આજે સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો છું. મારા મમ્મી તેમજ બાનું સ્વાસ્થ્ય પણ સારું છે તેમ શ્યામ ગઢિયાએ જણાવ્યું હતું.

 રાજકોટના ગઢિયા પરિવારની જેમ અનેક લોકો સોશ્યિલ ડીસ્ટન્સીંગ અને એન્ટીજન ટેસ્ટ કરાવવા જેવા જાગૃતિ અને સમજદારીભર્યા નિર્ણય લઈને પરિવારની સાથે સમાજના અન્ય પરિવારોને કોરોનાના સંક્રમણથી બચાવી રહ્યા છે, જે આપણા સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.

********

loading…