શિક્ષકોની ૪૨૦૦ વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ પર ડો. મનિષ દોશી

img 20200716 wa0020 018736296175140695073

હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણ વિધ ડૉ. મનીષ દોશીના ઉપવાસ શરૂ.

અમદાવાદ,૧૬ જુલાઈ ૨૦૨૦

‘ હું શિક્ષકની સાથે ‘ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી શિક્ષણનાં કથળતા સ્તર થી ચિંતિત અને શિક્ષકોની 4200 વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં ગુરુવારે પોતાના નિવાસસ્થાને સવારે ૧૦ વાગે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા.સમગ્ર રાજ્યમાં થી કોંગ્રેસ ના કાર્યકર્તાઓ,શિક્ષણ ક્ષેત્ર ના અગ્રણીઓ એ પ્રતિક ઉપવાસ ને સમર્થન આપી રહ્યા છે.

img 20200716 wa00213919310906418394138
કોંગ્રેસ ના કાર્યકર્તાઓ,શિક્ષણ ક્ષેત્ર ના અગ્રણીઓ એ પ્રતિક ઉપવાસ ને સમર્થન આપી રહ્યા છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે, ગુજરાતનાં કથળતા શિક્ષણનાં સ્તરથી ચિંતિત અને શિક્ષકોની ૪૨૦૦ પે ગ્રેડની વ્યાજબી માંગને સમર્થન આપવા વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને મારા નિવાસસ્થાન
૨૦૪, સ્કાય એવન્યુ,
મહેસાણા બેંકની બાજુમાં બોડકદેવ અમદાવાદ ખાતે તારીખ:૧૬.૦૭.૨૦૨૦ ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે થી સાંજે ૫ સુધી પ્રતીક ઉપવાસ રહેશે.ગુજરાતમાં સરકાર શિક્ષણ વ્યવસ્થા સુધારવા ધ્યાન કેન્દ્રિત કરે. ટેટ ટાટ પાસ થયેલા હજારો યુવાનો,યુવતી ભરતીની રાહ જોઈને બેઠા છે.ત્યારે સરકાર તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરે.

img 20200716 wa00225012715914760369694

તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે કોરોના વૈશ્વિક મહામારીનાં સમયમાં કાયદાનું પાલન કરી આપ જે સ્થળે છો તે સ્થળેથી ગુજરાતનાં કથળતા શિક્ષણ વ્યવસ્થા સુધારવા આપ સૌ ગુજરાતનાં હિત માટે જોડાશો.
તેમણે જણાવ્યું છે કે, કોરોનાનાં કપરા સમયને ધ્યાને રાખીને સોશીયલ ડિસ્ટનસિંગનું પાલન થાય અને દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સચવાય તે માટે નાગરિક ધર્મનું પાલન કરવા વિનંતી કરી છે.