Dangue

National Dengue Day: જનસમુદાયમાં ડેન્ગ્યુ રોગ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણ હેતુ તા. ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે

National Dengue Day આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ

National Dengue Day: વડોદરા જિલ્લામાં વર્ષ -૨૦૧૯ માં ડેન્ગ્યુના ૩૦૯ કેસો હતા : જિલ્લા આરોગ્ય તંત્રના સખત પ્રયત્નોથી વર્ષ -૨૦૨૦ માં ડેન્ગ્યુના માત્ર ૭૦ કેસો નોંધાયા છે

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૬ મે:
National Dengue Day: સમગ્ર દેશમાં ડેન્ગ્યુ રોગ અંગે લોકોમાં વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા દર વર્ષે તા.૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં આ રોગ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાભરમાં વ્યાપક લોકજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં વર્ષ -૨૦૧૯ માં ડેન્ગ્યુના ૩૦૯ કેસો જોવા મળ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્રના સખત પ્રયત્નોથી વર્ષ -૨૦૨૦ માં ડેન્ગ્યુના માત્ર ૭૦ કેસો નોંધાયા છે.

દર વર્ષે ૧૬ મી મે જનસમુદાયમાં ડેન્ગ્યુ રોગ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણ હેતુ “ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (National Dengue Day) તરીકે ઉજવવામાં છે. હાલ સમગ્ર વિશ્વ કોવિડ -૧૯ ની મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં હાલ સીઝનલ ફલુની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ટીબી, ડેન્ગ્યુ ,ચિકુનગુનિયા પણ જોવા મળેલ છે. ડેન્ગ્યુ એક વાહકજન્ય રોગ છે. ડેન્ગ્યુ એડીસ માદા મચ્છ૨ કરડવાથી ફેલાય છે.આ મચ્છર ઘરની અંદર પાણીમાં ઉત્પન્ન થાય છે અને તે દિવસે ક૨ડે છે. ડેન્ગ્યુ રોગમાં સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય,હાથ અને ચહેરા પર ચકામાં પડે.નાકમાં તેમજ પેઢામાંથી લોહી પડે જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુ રોગની કોઇ સચોટ દવા ઉપલબ્ધ નથી.

Whatsapp Join Banner Guj

ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આટલું કરીએ

આ રોગને અટકાવવા માટે ઘરમાં રહેલ પાણીના પાત્રો જેવા કે કોઠી, ટાંકી, પીપ , ફુલદાની , પક્ષીકુંજને અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરવા જોઈએ. મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા ચોખા બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે. પાણીના સંગ્રહ ધરાવતા પાત્રોને અઠવાડિયે નિયમિત સાફ કરવા પાણીની કુંડી, કુલર, ફ્રિજની ટ્રે અઠવાડિયામાં એકવાર ખાલી કરી સુકાયા બાદ જ નવું પાણી ભરવું, ઘરની અગાસી પર પડેલ ભંગાર,ડબ્બા, નારીયેળની કાછલી, જુના ટાયર નિકાલ કરવા. વરસાદી પાણી ભરાતું હોય તો પણ તેનો નિકાલ કરવો, શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરવા ,દિવસ દરમિયાન મચ્છરની અગરબત્તી સળગાવવી, મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવવી જેવા આ રોગ અટકાયતના પગલાં લેવા જોઈએ.

વડોદરા જિલ્લામાં ગત વર્ષની પરિસ્થિતિ જોતાં ડેન્ગ્યુના કેસોમાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે, જેનો શ્રેય વડોદરા ગ્રામ્યના આરોગ્ય કર્મચારીઓ જેવા કે MPHW , FHW , આશાવર્કરને ફાળે જાય છે.જેઓ કોવિડની મહામારીના નિયંત્રણની સાથે સાથે વાહકજન્ય રોગ અટકાયતની પણ કામગીરી કરી રહ્યા છે,જે સરાહનીય છે .

આ પણ વાંચો…કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઈક્રોસિસના વધતા કેસ- આ સમય પણ પાર થશે, એકબીજાનો સાથ આપો, અફવાથી દૂર રહો

આ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે મુલાકાત લઈને તાવના કેસોની શોધખોળ, મચ્છ૨ સ્થાનોની મોજણી તથા આરોગ્ય શિક્ષણ આપી ૨હ્યા છે. કોઇપણ ગામમાં ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાય તો તુરંત જ તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ત્રણ દિવસ ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી સાથે ગામમાં ફોગીંગની કામગીરી કરવામાં આવે છે. વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તમામ ગામોમાં ખાસ સર્વેલન્સનું આયોજન ક૨વામાં આવ્યું છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ ડેન્ગ્યુ રોગ અંગે જનજાગૃતિ પત્રિકા વિતરણ કરીને પ્રચાર પ્રસાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ADVT Dental Titanium