Music therapy: સ્કૂલ બંધ થતા સંગીતના શિક્ષકને મળ્યો સમરસમાં મ્યુઝિક થેરાપી આપવાનો અવસર

Music therapy: અટેન્ડેન્ટ તરીકે જોડાયેલા મેહુલ વાઘેલાને ગીત સંગીત પીરસતા જોઈ મેનેજમેન્ટ દ્વારા વિશિષ્ટ કામગીરી સોંપાઈ

Music therapy: મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર,  તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ …

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૨૫ મે: Music therapy: છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓ અને હવે મ્યુકર માઈકોસીસના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપે છે કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલા.

મેહુલની કાઉન્સેલિંગ અને સંગીતની સફર ખુબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોઈ કોઈ કામ હતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું. દર્દીઓની સંભાળ દરમ્યાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેઓએ મેહુલ વિષે વધુ જાણકારી મેળવી. મેહુલની ગીતસંગીતની સાધના જોઇને ગોહિલે તેમને  કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી (Music therapy) આપવાનું નવું કામ સોંપ્યું.

Whatsapp Join Banner Guj

મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ. બસ પછી તો મેહુલનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું. (Music therapy) દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે… ને તેઓનું દર્દ ભુલાય જાય.

દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે, મેહુલ પુરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ. મેહુલના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પૂરો કરી લે…

આ પણ વાંચો…Gift for patient: જન્મદિન અને મેરેજ એનિવર્સરીને યાદગાર બનાવવા સુરતના આ બે પરિવારે આપી સમાજને મદદ મળે તેવી ભેટ

મેહુલ કોરોના પૂર્વે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં, પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેઓને સમરસમાં આ કામગીરી કરવા મળી. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે. તબલામાં ૪ વર્ષનો કોર્સ કરેલો છે. અને લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે ૩ કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે તેમ મેહુલ જણાવે છે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જયારે ભજનોમાં શ્રીનાથજીના સહિત અનેક ભજનો તેઓ ગાઈ શકે છે.

પી.પી.ઈ. કીટ અને માસ્ક પહેરી પહેલા તો ગીત ગાવામાં અને ગિટાર વગાડવું ફાવતું નહીં, પરંતુ ધીરે ધીરે ફાવી ગયું અને હવે કોઈ જ મુશ્કેલી વગર શાનદાર પર્ફોમન્સ મેહુલ આપી શકે છે. સમરસ કોવીડ સેન્ટર ખાતે આવનારા દિવસોમાં દર્દીઓ રહે કે ના રહે પણ સમરસમાં મેહુલના ગીતની ધૂન ગુંજતી રહેશે.

ADVT Dental Titanium