oxygen delhi station

Oxygen transport: પશ્ચિમ રેલવે દ્વારા એક દિવસમાં સૌથી વધુ 468 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન

Oxygen transport: 24 મે, 2021 ના રોજ પશ્ચિમ રેલવે માં સંપાદિત સૌથી વધુ ઓક્સિજન પરિવહન એક દિવસમાં 468 ટનથી વધુ હતું.

 અમદાવાદ , ૨૫ મે: Oxygen transport: દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલવે ના પ્રયાસોને વેગ આપતા પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત જંગમાં મજબૂતી પ્રદાન કરવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારને રાહત પ્રદાન કરવા લિક્વિડ મેડિકલ ઓક્સિજનના પરિવહન માટે 54 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાત થી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી શરૂ કરવામાં આવી છે. 24 મે, 2021 ના રોજ પશ્ચિમ રેલવે માં સંપાદિત સૌથી વધુ ઓક્સિજન પરિવહન એક દિવસમાં 468 ટનથી વધુ હતું.

Railways banner

પશ્ચિમ રેલવે દ્વારા 05 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen transport) ચલાવવામાં આવી હતી જેમાં 25 ટેન્કર મારફતે 467.60 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવી રહ્યું છે. આ 5 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી ગુજરાતના હાપાથી બેંગલુરુ અને દિલ્હી, એક ટ્રેન કાનાલુસ થી બેંગલુરુ અને બીજી ટ્રેન ગુજરાતના વડોદરા નજીક હજીરા થી દિલ્હી સુધી રવાના કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલ એક પ્રેસ રિલીઝ માં જણાવ્યું છે કે પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 54 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો(Oxygen transport) શરૂ કરી છે અને આ ટ્રેનોમાં 255 ટેન્કર મારફતે લગભગ 4773.61 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું છે. વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે તેમને ટોચની પ્રાથમિકતા ના આધારે સીમલેસ માર્ગ પર ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો…વેકેશનના ફોટો સો.મીડિયામાં શેર કરતા સેલેબ્રિટી પર અન્નુ કપૂરે(Annu Kapoor) આક્રોશ વ્યક્ત કર્યો, વાંચો કોણ કોણ ગયુ છે ફરવા અને શું કહ્યું અભિનેતાએ…!

24 મે, 2021 સુધીમાં ભારતીય રેલવે દ્વારા વિવિધ રાજ્યો (Oxygen transport) જેવા કે મહારાષ્ટ્ર (614 મેટ્રિક ટન), ઉત્તર પ્રદેશ (3649 મેટ્રિક ટન), મધ્યપ્રદેશ (633 મેટ્રિક ટન), દિલ્હી (4600 મેટ્રિક ટન), હરિયાણા (1759 મેટ્રિક ટન), રાજસ્થાન (98 મેટ્રિક ટન), કર્ણાટક (1063 મેટ્રિક ટન), ઉત્તરાખંડ (320 મેટ્રિક ટન), તમિલનાડુ (1024 મેટ્રિક ટન), આંધ્રપ્રદેશ (730 મેટ્રિક ટન), પંજાબ (225 મેટ્રિક ટન), કેરળ (246 મેટ્રિક ટન), તેલંગાણા (976 મેટ્રિક ટન) અને આસામ (80 મેટ્રિક ટન) ને 977 ટેન્કર મારફતે 16023 મેટ્રિક ટન થી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે. ભારતીય રેલવે શક્ય તેટલા ટૂંકા સમયમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા રાજ્યોને શક્ય તેટલું લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવા માટે પ્રતિબદ્ધ છે.

ADVT Dental Titanium