Rajpipala Reti khana

નર્મદા નદી કાંઠાના ગામો માં મોટા પ્રમાણમાં રેતીખનન સામે સાંસદ મનસુખ વસાવાનો આક્રોશ

Rajpipala Reti khana

મુખ્ય મંત્રી ને. પત્ર લખી વિરોધ દર્શાવ્યો. અગાઉ પણ મુખ્ય મંત્રી ને અવાર નવાર પાત્ર લખી રજુઆત કરી હતી. પણ પરિણામ ? શૂન્ય

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૪ નવેમ્બર: નર્મદા નદી કાંઠા ના વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લા ના ગામ માં રેત માફિયા ઓ. આડેધડ અને બેરોકટોક રેતી ખોદકામ કરી રહ્યા હોય તે બદલ થતા નુકસાન અંગે ગ્રામજનો ના વિરોધ ને વાચા આપવા સાંસદ મનસુખ વસાવા એ મુખ્ય મંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે. સાંસદ ની રજૂઆત મિજબા રેતી માફિયા ઓ તેમની વગ ને કારણે સ્થાનિક તંત્ર થી લઇ ગાંધીનગર થી લીઝ મંજુર કરાવી લાવે છે અને રેતી માટે આડેધડ કિનારા પર ઊંડા ખાડા ખોદી પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે કિનારા ના ખોદાણ ને કારણે પાણી નો પ્રવાહ પણ બદલાય છે અને હાઇવા ટ્રકો ની અવરજવર ને કારણે રસ્તાઓ પર પણ મોટા ખાડા પડી જાય છે ગામ લોકો આ કારણે લીઝ નો વિરોધ કરે છે

Rajpipala Reti khana 2

રાજપીપલા નજીક સિસોદરા ગામ લોકો તો ઉપવાસ પર બેઠા છે પરંતુ રેતી માફિયા ની અઢળક સંપત્તિ ને કારણે સરપંચ અને સ્થાનિકતંત્ર ને ખરીદી લેતા હોય તેમજ સરકારી તંત્ર ની વગ ને કારણે પ્રજા નો સાચો વિરોધ દબાઈ જાય છે.સાંસદે તેમના પત્ર માં સૂચક ટકોર કરી છે કે સરકારે એક આવક પર ધ્યાન આપવાને બદલે પ્રજા ના સાચા વિરોધ ને ધ્યાને લઇ જ્યાં સાચો વિરોધ હોય ત્યાં ની. લીઝ રદ કરવી જોઈએ.

whatsapp banner 1

તેવી માંગણી સાંસદે કરી છે અને છોટાઉદેપુર તાપી જિલ્લા માંથી પણ આવી રજુઆત આવી હોવાનું સાંસદે જણાવ્યું છે. ત્યારે ગેરકાયદે રેતીખનન મામલે અગાઉ ચાર વાર રજુઆત કરનાર સાંસદ મનસુખ વસાવાની પાંચમીવાર ની રજુઆત મુખ્યમંત્રી ધ્યાને લેશે કે. પછી હોતી હે ચલતી હે જેવું રહેશે તે જોવું રહ્યું