Dharmendra sinh jadeja muhurt 1

જામનગર શહેરમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

Dharmendra sinh jadeja muhurt 1

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૫, ૬ અને ૯માં અંદાજીત રૂ.૮૪.૪૨ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી જાડેજા

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૩ ડિસેમ્બર: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ આજરોજ શહેરના મહાનગરપાલિકા ના વોર્ડ નં.૫માં કોળીનો દંગો, વેલનાથનગર-૧ વિસ્તારની આંતરિક શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૪.૨૫ લાખ, જાગૃતિનગર વિસ્તારમાં આંતરિક શેરીઓમાં સી.સી.બ્લોકનું કામ પાર્ટ-૧ માં અંદાજીત ૧૦ લાખ અને પાર્ટ-૨માં ૧૦ લાખ એમ જાગૃતિનગરમાં કુલ અંદાજીત ખર્ચ રૂ. ૨૦ લાખ, વોર્ડ નં.૬ માં હીરાપાર્ક સોસાયટી મેઇન રોડ તથા આંતરિક શેરીઓમાં સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૯.૯૨ લાખ, હનુમાન ટેકરી, રવિભાઇના ઘર પાસે તથા આંતરિક શેરીઓમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૦.૬૮ લાખ,

whatsapp banner 1

વોર્ડ નં.૯માં લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૧, નિલેશભાઇ ચૌહાણના મકાન પાસેની શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૨.૧૫ લાખ, લીમડા લાઇન, રજપૂતપરા, શેરી નં.૩, સૂર્ય મકાનવાળી શેરીમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧.૭૦ લાખ, ગુરુદ્વારા પાસે, હરપાલ સિંહના મકાનની બાજુની શેરી નં.૨માં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૪.૪૮ લાખ, ડી.સી.સી. હાઇસ્કુલની પાછળ જલારામનગર શેરી નં.૨ અને શેરી નં.૩માં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૭.૭૦ લાખ, મીગ કોલોની ચેતક ટ્રાવેલ્સની બાજુમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૩.૫૪ લાખ મળી કુલ અંદાજીત રૂ. ૮૪.૪૨ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

Dharmendra sinh jadeja muhurt 2

આ તકે તેમની સાથે મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજ્પ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, માજી મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. ૫ના કોર્પોરેટરો-અગ્રણીઓ ડિમ્પલબેન રાવલ, બીનાબેન, કિશોરસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, બડુભા જાડેજા, નયનભાઇ વ્યાસ, સંજય ભાઇ જૈન, વોર્ડ નં. ૬ના કોર્પોરેટરો-અગ્રણીઓ કમલાસિંહ રાજપૂત, આલાભાઇ ભારાઇ, રમાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, ભાયાભાઇ ડેર,વિપુલભાઇ ધવડ, અનિરુધ્ધસિંહ ઝાલા, રવિરાજસિંહ જેઠવા, વોર્ડ નં. ૯ના કોર્પોરેટરો-અગ્રણીઓ સુનિલભાઇ આશર, રીટાબેન ઝીંઝુવાડીયા, ચીના ભાઇ ચોટાઇ, પ્રવિણભાઇ માડમ,હસમુખભાઇ મકવાણા, જિતેન્દ્ર મકવાણા, કેતનભાઇ તેમજ વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.