vdr vaccine

Kelanpur health center: શહેરના વાઘોડિયા ખાતે રહેતી જૈની જોશીએ શહેરની બહાર લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચી રસી લીધી હતી.

Kelanpur health center: હવે રસીના ફાયદા સમજાયા છે એટલે બધા રસી લેશે: સુનીલ રબારી

  • વાઘોડિયા રોડ નિવાસી જૈની જોશીએ કેલનપુર જઈને રસી લીધી

વડોદરા: ૨૨ જૂન: Kelanpur health center: કેલનપુર ગામના સુનીલ રબારીએ ગઈકાલે પોતાના ભાઈ અને ગ્રામજનો સાથે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મૂકાવી હતી. રસી લેવામાં મોડું કેમ કર્યું એવા સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું કે,અગાઉ આ રસી બાબતમાં લોકોના મનમાં તેનાથી મુશ્કેલી થાય તેવો સંદેહ અને ડર હતો.હવે તે દૂર થયો છે એટલે સહુ રસી મુકાવશે.

Kelanpur health center: વિશ્વ યોગ દિવસે મેં,મારા ભાઈ અને મિત્રોએ રસી લીધી છે એટલે હંમેશા યાદ રહેશે. મારા કુટુંબીજનો, ફળીયાવાળા, ગ્રામજનો અને સમાજ ના લોકો, સહુએ આ રસી લઇ સુરક્ષિત થવું જોઈએ એવું હું માનું છું.

આ પણ વાંચો…મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ (Vanbandhu) ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતી જૈની જોશીએ શહેરની બહાર લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Kelanpur health center) પહોંચી જૈને રસી લીધી હતી. તેમણે જણાવ્યું કે,ઓનલાઇન રજીસ્ટ્રેશનની વ્યવસ્થામાં સમય ખૂબ જતો અને સ્લોટ ન મળતો.ઓફ્લાઈન સુવિધાથી હવે સમય બચાવી રસી લઈ શકાય છે એટલે સહુ રસી લેશે.આ વ્યવસ્થા સારી પડે છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

અત્રે નોંધ લેવી ઘટે કે રસી લેવા માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા ચાલુ જ છે.તેની સાથે હવે આધારકાર્ડ કે તેના વિકલ્પે અન્ય કોઈ ઓળખપત્ર લઈ રસીકરણના સ્થળે જવાથી સ્પોટ રજીસ્ટ્રેશન કરી રસી આપવામાં આવે છે.જો કે જેમણે ઓનલાઇન આગોતરી નોંધણી કરાવી હશે એને રસી આપવામાં અગ્રતા મળશે.