NCC cad

NCC Cadets: કોરોનાની બીજી લહેરમાં એન.સી.સી. કેડેટ્સે પણ સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું

NCC Cadets: જિલ્લામાં આરોગ્ય તંત્રને મદદરૂપ થવા સ્વેચ્છાએ જોડાયા

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૧ જૂન:
NCC Cadets: કોરોનાની બીજી લહેર દરમિયાન એન.સી.સી. કેડેટ્સ પણ રાજ્યને મદદરૂપ બને તે માટે ગુજરાત એન.સી.સી. નિર્દેશાલય દ્વારા સ્વેચ્છાએ સંમતિ દર્શાવી છે. N.C.C.(નેશનલ કેડેટ્સ કોપ્સ) દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને જરૂરિયાતમંદ સ્થળોએ વિવિધ પ્રકારના કામની સોંપણી કેડેટ્સને કરવામાં આવી. જેમાં તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું.

આ પણ વાંચો…સરકાર માનવાની નથી, ઇલાજ કરવો પડશે: રાકેશ ટિકેતે ખેડૂતોને ટ્રેક્ટરો સાથે તૈયાર રહેવા કહ્યું..!

પડકારજનક સ્થિતિ હોવા છતાં પણ, ગુજરાત (NCC Cadets) નિદેશાલયના સંખ્યાબંધ કેડેટ સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા. NCC મહાનિદેશક પાસેથી મંજૂરી પ્રાપ્ત થયા પછી 35 ગુજરાત બટાલિયન NCCના 15 સ્વયંસેવક કેડેટને જરૂરી તકેદારીઓ અને કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે, 16 જૂન 2021 થી બનાસકાંઠા જિલ્લા ખાતે પાલનપુર, દાંતીવાડા અને ડીસાના તાલુકાઓમાં જિલ્લા આરોગ્ય સત્તામંડળની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Eng

બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. એસ.એમ. દેવે આ પગલાંની ખૂબ જ પ્રશંસા કરી હતી. વ્યક્તિગત રીતે આ તમામ કેડેટ સાથે સંવાદ કરીને તેમના યોગદાનને બિરાદાવ્યા હતા. સંબંધિત તાલુકાઓના તાલુકા આરોગ્ય અધિકારીઓએ કેડેટ્સને તેમની આગામી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. તેમને 18-44 વર્ષના વયજૂથના લોકોના રસીકરણની નોંધણીમાં મદદ કરવાનું કામ સોંપવા માં આવ્યું હતું. સ્વયંસેવકોના આ પ્રયાસોને નાગરિકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યા છે.