Birds

કરુણા અભિયાન ૨૦૨૧: દોરા અને પતંગોથી ઘવાયેલા પક્ષીઓ અને પશુઓ માટે સારવાર સુવિધાનો પ્રારંભ…

Birds

પશુપાલન અને વન વિભાગના આયોજનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ નો સહયોગ: પશુ ચિકિત્સા નું શિક્ષણ મેળવતા આઠ તબીબી વિદ્યાર્થીઓ પણ સેવા આપશે: ઉતરાયણ અને રવિવારની રજા પાડ્યા વગર કામગીરી થશે

વડોદરા, ૧૧ જાન્યુઆરી: પતંગ પર્વે દોરા અને પતંગોથી ઘવાતા ખાસ તો પંખીઓ અને મૂંગા પશુઓને યથાયોગ્ય સારવાર મળી રહે અને તેમની જીવન રક્ષા થાય તેવા હેતુસર રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે.ઇજાગ્રસ્ત પશુપંખીની યોગ્ય સારવાર અને સંભાળનું આ અભિયાન પશુપાલન અને વન વિભાગ સાથે મળીને ચલાવે છે જેમાં જીવદયાના ક્ષેત્રે નિસ્વાર્થભાવે કાર્યરત સંસ્થાઓ અને કર્મયોગી ઉમદા સહયોગ આપે છે.

Whatsapp Join Banner Guj

કરુણા અભિયાન ૨૦૨૧ હેઠળ આજથી ઘાયલ પશુ પંખી સારવાર કેન્દ્રોની કામગીરી શરૂ કરવા માં આવી છે એવી જાણકારી આપતાં જિલ્લા પંચાયત પશુપાલન શાખાના નાયબ પશુ પાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે વન વિભાગ સહયોગી આ કામગીરી તા.૨૦ મી જાન્યુ આરી સુધી દૈનિક સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી અને ઉતરાયણ કે આગામી રવિ વારની રજા પાડ્યા વગર સતત ચાલુ રાખવામાં આવશે અને ટીમો દ્વારા ઘવાયેલા પશુપક્ષી ઓ ની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. વડોદરા શહેરમાં ભૂતડી ઝાંપા પશુ દવાખાનું ,શાસ્ત્રી ઓવરબ્રિજના છેડે આવેલું વેટરનરી પોલી ક્લિનિક અને સયાજીબાગ સ્થિતિ વન વિભાગની નર્સરી ખાતા ઘાયલ પશુ પક્ષીઓની સારવાર અને જરૂરી શસ્ત્રક્રિયા અભિયાન હેઠળ કરવામાં આવશે.આ ત્રણેય જગ્યાઓએ પાંચ પાંચ તબીબોની ટીમો સેવા આપશે.

આ ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ પશુ ચિકિત્સા કેન્દ્રો અને પ્રાથમિક પશુ સારવાર દવા ખાનાઓ ખાતે પણ પંખીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ રહેશે.પશુપાલન વિભાગે ૧૭ જેટલા પશુ ચિકિત્સા તબીબી અધિકારીઓને આ અભિયાનમાં જોડ્યાં છે તેવી જાણકારી આપતાં ડો.દરજીએ જણાવ્યું કે આ વર્ષે પશુ સારવારનું શિક્ષણ મેળવતા આઠ વિદ્યાર્થી તબીબો એટલે કે ઈન્ટરનીઝ પણ અભિયાન હેઠળ સેવા આપી રહ્યાં છે.

સયાજીબાગ ની સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ચિકિત્સા કેન્દ્રની સાથે આશ્રય કેન્દ્ર – શેલ્ટર રાખવામાં આવ્યું છે જ્યાં ઘવાયેલા પક્ષીઓની સાજા થતાં સુધી દૈનિક જરૂરી સારવાર, ડ્રેસિંગ કરવામાં આવશે અને સાજા કરીને આ મૂંગા જીવોને આકાશમાં મુક્ત કરવામાં આવશે.જિલ્લામાં કુલ ૧૪ પશુ દવાખાના છે અને તમામ સ્થળોએ આ અભિયાન હેઠળ ઘાયલ જીવોની સારવાર કરવામાં આવશે.

  1. સવારના ૯ વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાવો: ગાયોને ઘૂઘરી વધુ પ્રમાણમાં ન ખવડાવો: નાયબ પશુપાલન નિયામક…
  2. ઉતરાયણ એ પતંગોત્સવ ની સાથે ધાર્મિક પર્વ પણ છે અને આ પર્વે જીવદયાના ભાગરૂપે ગાયો/ પશુઓને ખાસ પ્રકારની ઘૂઘરી ખવડાવવામાં આવે છે.
  3. નાયબ પશુપાલન નિયામક ડો.દરજીએ ગાયોનું આરોગ્ય બગડે નહિ તે માટે તહેવાર દરમિયાન ઘૂઘરી સંયમ દાખવીને મર્યાદિત પ્રમાણમાં ખવડાવવાનો ખાસ અનુરોધ કર્યો છે.
  4. પશુને પ્રમાણભાન હોતું નથી.એટલે વધુ પ્રમાણમાં ઘૂઘરી ના સેવન થી એસિડોસિક ની સ્થિતિ સર્જાય છે અને આફરો ચઢતાં પશુનું પેટ ફૂલે છે,શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને પશુ તરફડે છે તથા મૃત્યું પણ પામે છે.એટલે એક જ દિવસે વધુ પ્રમાણમાં ઘૂઘરી ન ખવડાવતા થોડી થોડી બે થી ત્રણ દિવસ ખવડાવવાની તેમણે અપીલ કરી છે.

તેવી જ રીતે,વહેલી સવારે અને સાંજે માળામાં થી જતાં અને પરત આવતાં પક્ષીઓને પતંગ અને દોરી થી ઇજા ન થાય તેની કાળજી લેવા માટે તેમણે પતંગ રસિયાઓને સવારે ૯ વાગ્યા પહેલાં અને સાંજે ૫ વાગ્યા પછી પતંગ ઉડાડવાનું ટાળવાનો ખાસ અનુરોધ કર્યો છે

આ પણ વાંચો….છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. 613.19 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન