Dargah Sarif Kalla

Kalla Sharif: કલ્લા શરીફમાં કોમી એકતાનાં પ્રતિક સમા ઉર્સનો મેળો મોકુફ રખાયો

 Kalla Sharif dargah Vadodara

Kalla Sharif: ૭૭માં ઉર્સ મુબારકનો મેળો આગામી ૪ એપ્રીલ ૨૦૨૧નાં રોજ યોજાનાર હતો જે હાલમાં વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને તકેદારીનાં પગલા રૂપે મોકુફ રાખવામાં આવ્યો છે.


વડોદરા, ૩૦ માર્ચ: વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કલ્લા શરીફ (Kalla Sharif) ખાતે હજરત સૈયદ પીર ફીયાઝુદ્દીન ઉર્ફે ગાંડેબાવા (રહે.) અને હજરત પીર ફૈઝુરર્સુલ(રહે.)નાં કોમી એકતાનાં પ્રતિક સમાન ૭૭માં ઉર્સ મુબારકનો મેળો આગામી ૪ એપ્રીલ ૨૦૨૧નાં રોજ યોજાનાર હતો જે હાલમાં વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને તકેદારીનાં પગલા રૂપે મોકુફ રાખવામાં આવ્યો છે.

ADVT Dental Titanium

કલ્લા શરીફ (Kalla Sharif) ખાતે હજરત સૈયદ પીર ફીયાઝુદ્દીન ઉર્ફે ગાંડેબાવા (રહે.) અને હજરત પીર ફૈઝુરર્સુલ(રહે.)નો ૭૭મો ઉર્સ મુબારક આગામી તા.૪/૪/૨૦૨૧ને રવિવારનાં રોજ યોજાનાર હતો પરંતુ હાલમાં વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને લોકોનાં આરોગ્યને ધ્યાનમાં લઈને ઉર્સ મુબારક મોકુફ રાખવામાં આવેલ છે,

Whatsapp Join Banner Guj

આ અંગે પીરેતરીકત સૈયદ વાહીદઅલી બાવાસાહેબએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોવાનાં કારણે ઉર્સ મુબારક મોકુફ રાખવામાં આવ્યો છે,ત્યારે અકિદતમંદો અને ચાહકોએ પોતાનાં ધરમાં રહી ફાતેહા કરી ખીરાજે અકિદત પેસ કરવા તેમજ ધરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અને કોવીડ-૧૯નાં નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો…વડોદરા જિલ્લાની નવ ગ્રામીણ મહિલા પાણી પુરવઠા સમિતિઓ (Rural Women’s Water Supply Committees)ની સિદ્ધિ, રૂ.૫૦ હજારનો પુરસ્કાર