Hinduja

Hinduja foundation: કોવિડ-19 મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્યની જાળવણીના મહત્વને સમજાવવા હિંદુજા ફાઉન્ડેશને ચોપરા ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું

Hinduja foundation: આ વર્ચ્યુઅલ સમિટનું જીવંત પ્રસારણ ફેસબુક, યુટ્યુબ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ્સ પર 21 મે, 2021ને શુક્રવારે સાંજે 6.30 કલાકે થશે

મુંબઈ, 15 મે: Hinduja foundation: એક સદીથી વધારે જૂના હિંદુજા ગ્રૂપની સમાજસેવી સંસ્થા હિંદુજા ફાઉન્ડેશને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ચોપરા ફાઉન્ડેશન, જોહન ડબલ્યુ બ્રિક મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અને સીજી ક્રિએટિવ્સ સાથે જોડાણમાં ફાઉન્ડેશન નેવર એલોન ગ્લોબલ મેન્ટલ હેલ્થ (વર્ચ્યુઅલ) સમિટમાં ત્રણ કલાકના સેગમેન્ટ સ્પોટલાઇટ ઇન્ડિયાને કો-સ્પોન્સર કરશે. આ સેગમેન્ટ સત્ય હિંદુજાના આલ્કેમિક સોનિક એન્વાયર્મેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવશે, જેમાં વ્યક્તિના સ્વપ્રતિબિંબ, ગ્રહણશીલતા અને સંચારની સ્થિતિને પ્રેરિત કરવા મલ્ટિસેન્સરી ડીપ લિસનિંગનો અનુભવ આપવામાં આવશે. સ્પોટલાઇટ ઇન્ડિયામાં કેટલાંક સ્ટાર સ્પીકર્સમાં સદગુરુ અને અભય દેઓલ સામેલ હશે.

આ વર્ચ્યુઅલ સમિટનું જીવંત પ્રસારણ ફેસબુક, યુટ્યુબ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ્સ પર 21 મે, 2021ને શુક્રવારે સાંજે 6.30 કલાકે થશે તથા સહભાગીઓ https://neveralonesummit.live/ દ્વારા તેમના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને સપોર્ટ કરવા ફ્રી ઓનલાઇન ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે.

Hinduja foundation: આપણો દેશ વિશાળ અને વિવિધતાસભર હોવાથી સમિટના આ સેગમેન્ટમાં ભારતની વિવિધતામાં એકતાની કલેક્ટિવ ડીપ લિસનિંગ સફર વ્યક્ત થશે. આ સેગમેન્ટમાં મગજના વિકાસના કુદરતી ચક્રો વિશે જાણકારી આપવામાં આવશે તેમજ બાળપણથી પુખ્તાવસ્થા સુધી વિવિધ માનવીય અનુભવો અને એની આપણી પૃથ્વી પર અસર વિશે પણ પ્રકાશ ફેંકવામાં આવશે. અગ્રણી મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ, વેલનેસ નિષ્ણાતો, બ્રેઇન સાયન્ટિસ્ટ્સ, કલાકારો અને સંગીતકારો માનસિક સ્વાસ્થ્ય જાળવવાની વિવિધ રીતો, સોલ્યુશનો વિશે જાણકારી આપશે તેમજ ભારતને હાર્દમાં રાખીને આંતરરાષ્ટ્રીય દર્શકો માટે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા સાધનો વિશે માહિતી આપશે. અમે આ અભૂતૂપર્વ સમયગાળા દરમિયાન ઉત્સાહનો સંચાર કરવા સમુદાયમાં આશા, પ્રેરણા અને એક સમુદાયની ભાવના ઊભી કરવા ઇચ્છીએ છીએ.

Whatsapp Join Banner Guj

આ ઇન્ટિગ્રેટિવ પ્લેટફોર્મ આપણી સહિયારી માનવજાત માટે એક મીટિંગ પ્લેસ બનશે, જ્યાં આપણે આપણા બોધપાઠોનું આદાનપ્રદાન કરીશું તથા સંપૂર્ણ અને સ્વસ્થ પૃથ્વી ઊભી કરવા એકમંચ પર આવીશું. ઘણા સહભાગીઓ સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણની ફ્રીક્વન્સી 136.10 Hz પર ધાર્મિક પ્રાર્થના, મંત્રોચ્ચારો અને રચનાત્મક સર્જનો પ્રસ્તુત કરશે, તેમનો અવાજ સંપૂર્ણ સમિટ માટે સામૂહિક અનુનાદ કે પડઘો ઊભો કરશે.

ચોપરા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સૌપ્રથમ નેવર એલોન સમિટમાં વ્યક્તિની માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નિષ્ણાતની સલાહ, સીધી બાત અને મોટિવેશનલ સ્પીકર્સ દ્વારા અંગત અનુભવો સાથે આ પહેલનો ઉદ્દેશ આ પડકારજનક સમયગાળામાં મૂડને સુધારવાનો, વિચારસરણીને પુનઃસંતુલિત કરવાનો અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનો છે.

હિંદુજા ગ્રૂપના કો-ચેરમેન અને હિંદુજા ફાઉન્ડેશનના (Hinduja foundation) ટ્રસ્ટી ગોપીચંદ પી હિંદુજાએ કહ્યું હતું કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સાઇલન્ટ છે અને એક પ્રકારની માન્યતા પ્રાપ્ત ન થયેલી મહામારી છે. એની સાથે સંકલાયેલી ખોટી માન્યતાઓને કારણે સ્થિતિ ઘણી વાર ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને ટાળી ન શકાય એવી સ્થિતિ તરફ દોરી જાય છે. એટલે આ પ્રકારની સ્થિતિમાં તબીબી હસ્તક્ષેપ અનિવાર્ય છે. કેટલાંક સમાજમાં આ પ્રકારનું સમાધાન મેળવવું એક પકાર છે કારણ કે એની સાથે શરમસંકોચ જોડાયેલા છે. મારી દ્રષ્ટિએ અસરગ્રસ્ત વ્યક્તિને વિવિધ પ્રકારના હસ્તક્ષેપની જરૂર છે – ઉપચારથી લઈને આધ્યાત્મિક – જેથી વ્યક્તિને આત્મસન્માન અને આત્મવિશ્વાસ જાગે. વળી એને અહેસાસ થાય કે તે ક્યારેય એકલી નથી. આ સમિટ આ પ્રકારની સંભવિતતાઓનું સંપૂર્ણ સંકલન પ્રસ્તુત કરશે.

વર્ષ 2015માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં જાણકારી મળી હતી કે, દર પાંચ ભારતીયમાંથી એક ભારતીય એના જીવનમાં હતાશાથી પીડાય છે – આ રીતે આશરે 200 મિલિયન ભારતીયો હતાશા કે નિરાશાનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું. માનસિક બિમારી સાથે જોડાયેલા શરમસંકોચ તથા મર્યાદિત વ્યાવસાયિક મદદની સુલભતાને કારણે ફક્ત 10થી 12 ટકા દર્દીઓને મદદ મળશે.

આ પહેલ પર હિંદુજા ફાઉન્ડેશનના (Hinduja foundation) પ્રેસિડન્ટ પૉલ અબ્રાહમે કહ્યું હતું કે, “અત્યારે દુનિયામાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. આપણે માનવજાતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સમયગાળા પૈકીના એકમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ પ્રકારની કટોકટીમાં આપણું શારીરિક સ્વાસ્થ્ય પ્રાથમિક બની જાય છે, જેમાં આપણા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો કોઈ અવકાશ હોતો નથી. અમને હિંદુજા ફાઉન્ડેશનમાં નેવર એલોન સમિટ 2021ના ભાગરૂપે ‘સ્પોટલાઇટ ઇન્ડિયા’નું આયોજન કરવામાં ચોપરા ફાઉન્ડેશન અને આલ્કેમિક સોનિક એન્વાર્યમેન્ટ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. અમે માનસિક સ્વાસ્થ્યના કાર્યક્રમ પર કામ કરવા ફંડ આપવા બદલ હિંદુજા ગ્લોબલ સોલ્યુશન્સના આભારી છીએ. આ સમિટ માનસિક સ્વાસ્થ્ય વિશે સંવાદ અંગે જાગૃતિ લાવવામાં અને એને સામાન્ય બનાવવાની તેમજ માનસિક સ્વાસ્થ્ય સાથે કમનસીબે જોડાઈ ગયેલા શરમસંકોચને દૂર કરવાની દિશામાં એક પગલું છે. અમને આશા છે કે, આ પહેલ દ્વારા સંયુક્તપણે અમે આપણી સહિયારી માનવજાત માટે કામ કરી શકીએ અને ‘તમે ક્યારેય એકલા નહોતા’ એ સંદેશને પ્રોત્સાહન આપી શકીએ.”

આલ્કેમિક સોનિક એન્વાયર્મેન્ટના સાઉન્ડ આર્ટિસ્ટ, ફ્યુચરિસ્ટ અને સ્થાપક સત્ય હિંદુજાએ કહ્યું હતું કે, કોઈ પણ વાતાવરણમાં અંતરંગ સંબંધોની સમજણની શરૂઆત આપણી પોતાની જાતને, આપણા પરિવારજનોને, આપણા સમુદાયને અને આપણા ગ્રહ – ધરતી માતાને ઊંડાણપૂર્વક સાંભળવાથી, સમજવાથી શરૂ થાય છે. આપણે ક્યારેય એકલા નથી. આલ્કેમિક સોનિક એન્વાયર્મેન્ટને ચોપરા ફાઉન્ડેશનના કલેક્ટિવ ડીપ ડીપ લિસનિંગ પ્લેટફોર્મ નેવર એલોન ગ્લોબલ મેન્ટલ હેલ્થ સમિટ ફોર સ્પોટલાઇટ ઇન્ડિયા સાથે જોડાણ કરવાની ખુશી છે, જેના પર શરીર-મનની દવાની જાગૃતિને પ્રાથમિકતા આપવા અને જાગૃતિ લાવવા તેમજ ભવિષ્યમાં માનસિક સુખાકારીના કલ્ચર માટે નવી કાયમી ઇકોસિસ્ટમ ઊભી કરવા કળા અને સંવાદનો સમન્વય થયો છે.

આ પણ વાંચો…રોકાણકારોની ચિંતામાં વધારોઃ RBI એ રદ્દ કર્યું આ Bank નું લાયસન્સ- વાંચો સંપૂર્ણ વિગત

ચોપરા ફાઉન્ડેશનના સ્થાપક, એમડી ડો. દીપક ચોપરાએ કહ્યું હતું કે, ચોપરા ફાઉન્ડેશનને હિંદુજા ફાઉન્ડેશન તથા ભારત અને દુનિયામાં પ્રસિદ્ધ લોકો સાથે જોડાણ કરવાની ખુશી છે, જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય મહામારીમાં માનસિક તણાવમાં રાહત આપવામાં મદદ કરવાનો છે. હકીકતમાં માનસિક તણાવ એક તીવ્ર અને લાંબા ગાળાની સ્વાસ્થ્યલક્ષી સમસ્યા છે અને દરેક થોડી સેકન્ડમાં જીવન ગુમાવવા સમાન છે. જો આપણે સંયુક્તપણે મદદ નહીં કરીએ, તો આપણે માનવજાત માટે અભૂતપૂર્વ પીડાના યુગ તરફ ધકેલાઈ જઇશું.”

ADVT Dental Titanium