Oxygen

Hapa oxygen exp: હાપા થી ચલાવવામાં આવી વધુ એક ઓક્સિજન એક્સપ્રેસ

Hapa oxygen exp: હરિયાણાના ગુરુગ્રામ માટે ચાર ઓક્સિજન ટેન્કર દ્વારા લગભગ 85.23 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન

અમદાવાદ , ૦૩ મે: Hapa oxygen exp: ભારતીય રેલ્વે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ના ઝડપી પરિવહન દ્વારા કોવિડ મહામારી ના ઉપચાર માટે મિશન મોડ માં ઓક્સિજનની ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. આના માધ્યમથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોના ઓપરેશન દ્વારા કોવિડ -19 દર્દીઓ માટે દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત મુજબ મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તે જ દિશામાં, પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોમાં જીવન-રક્ષક ઓક્સિજનના પરિવહનની સાથે સાથે કોવિડ -19 સામે સંયુક્ત સંઘર્ષને શક્તિ પ્રદાન કરવા માટે ગુજરાતના હાપાથી હરિયાણાના ગુરુગ્રામ સુધી લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) થી ભરેલ બીજી ઓક્સિજન એક્સપ્રેસ સંચાલિત કરવામાં આવી.

Whatsapp Join Banner Guj

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના ચાર 4 ટેન્કર વાળી એક રો-રો (RO-RO) સેવા 3 મે, 2021 ના રોજ 06:37 વાગ્યે ગુજરાતના હાપાથી રવાના (Hapa oxygen exp) થઈ,જે 4 મે, 2021 ના ​​રોજ સવારે હરિયાણાના ગુરુગ્રામ પહોંચશે. આ ઓક્સિજન એક્સપ્રેસ લગભગ 85.23 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન નું વહન કરી રહી છે તથા તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે 1088 કિમીનું અંતર કાપશે. આ ઓક્સિજન ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવેલ ઓક્સિજન દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગ માટે પરિવહન કરવામાં આવશે. આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, મારવાડ જંકશન, અજમેર, ફાલના, રિંગસ અને રેવારી થઈને ચલાવવામાં આવી રહી છે.

લિક્વિડ મેડિકલ ઓક્સિજન ની ઉપલબ્ધિ મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેઇલરો માં પૂરી પાડવામાં આવી છે. ઠાકુરે વધુમાં માહિતી આપી કે હાપા ગુડ્સ શેડમાં વેગન પર સરળતાથી ઓક્સિજન ટેન્કરો લોડ કરવા માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે. તાજેતરમાં, 25 એપ્રિલ 2021 ના ​​રોજ, પશ્ચિમ રેલ્વે દ્વારા ગુજરાતના હાપાથી મહારાષ્ટ્રના કલંબોલી સુધી લગભગ 44 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પરિવહન કરવામાં આવ્યું હતું. કલંબોલી સુધી શક્ય તેટલા ટૂંકા સમયમાં તેના પરિવહનની ખાતરી કરવા માટે ઓક્સિજન એક્સપ્રેસને અવરોધ વગર નો માર્ગ પૂરો પાડતા પ્રતિ કલાક 50 કિ.મી.ની ઝડપે દોડાવવામાં આવી હતી.

ADVT Dental Titanium

આ મહામારી દરમિયાન ભારતીય રેલ્વે નિશ્ચિતપણે તમામ પડકારોનો સામનો કરી રહી છે અને દરેક સંભવિત રીતે દેશની સેવા કરી રહી છે. પછી ભલે પાછલા વર્ષના લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ, તબીબી સાધનો વગેરે સપ્લાય માટે ખાસ પાર્સલ ટ્રેનો કાર્યરત કરવામાં આવી હોય અથવા કિસાન ટ્રેન દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવા અથવા હવે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા ઓક્સિજન નું પરિવહન કરવામાં આવી રહ્યું હોય.

આ ક્રમમાં, ભારતીય રેલ્વે દ્વારા 2 મે, 2021 સુધી વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર (174 MT), ઉત્તર પ્રદેશ (430.51 MT), મધ્યપ્રદેશ (156.96 MT), દિલ્હી (190 MT), હરિયાણા (79 MT) તથા તેલંગાણા (63.6 MT) ને 1094 મેટ્રિક ટન થી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવી છે.

આ પણ વાંચો…Lockdown: 03 થી 20 મે સુધી દેશમાં લોકડાઉન લાગુ..! જાણો, આ વાયરલ થયેલા સમાચારમાં કેટલું છે સત્ય?