EME school vadodara

EME school: ઈ.એમ.ઈ.સ્કુલ દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન કોરોના સારવારના યંત્રો ચાલુ રાખવામાં ખૂબ ઉપયોગી બની

EME school: ગોત્રી હોસ્પીટલના ૧૯ જેટલા વિવિધ પ્રકારના ઉપકરણોના સમારકામમાં મદદરૂપ બનવાની જીવનરક્ષક સેવા દ્વારા અનોખું યોગદાન, ઈકવિપમેંટ હેલ્પ લાઇન ૧૫ મી મે થી કાર્યરત છે

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૭ મે:
EME school: ભારતીય સેનાની વડોદરા ખાતેની પ્રતિષ્ઠિત ઈ. એમ. ઈ. સ્કુલ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક, મેકેનીકલ અને આધુનિક ડિજીટલ ઉપકરણોના મેંટેનન્સ અને સમારકામની નિપુણતા ધરાવે છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કોરોના કટોકટી ટોચ પર હતી તેવા સમયે દવાખાનાઓના સંવેદનશીલ જીવન રક્ષક ઉપકરણો સતત ચાલુ રહે તે માટે આ સંસ્થાની નિપુણતાઓનો વિનિયોગ કરવાનો નિર્ણય લીધો હતો.

EME school covid equipment

તેના અનુસંધાને તેમણે અને જિલ્લા પોલીસ અધિક્ષકએ આ સંસ્થાની મુલાકાત લઈને, તેના ઉચ્ચ અઘિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.
તેના ફળ સ્વરૂપે ઈ. એમ. ઇ. (EME school)દ્વારા તા.૧૫મી મે થી ટેલીફોનીક ઇકવિપમેંટ હેલ્પ લાઇન ચાલુ કરવામાં આવી છે.આ હેલ્પ લાઇનની મદદથી કટોકટીના સમયે ગોત્રી હોસ્પિટલના જીવન રક્ષક ઉપકરણોની યાંત્રિક ખામિ નિવારી શકાતા ખૂબ મોટી જીવન રક્ષક મદદ મળી હતી.

ગોત્રી હોસ્પીટલના વિવિધ પ્રકારના ૧૯ જેટલાં યંત્રો અને ઉપકરણો યાંત્રિક ખામિઓના કારણે બગડ્યા હતા આવા સમયે ઈ.એમ.ઇ. ધ્વારા શરૂ કરાયેલ હેલ્પ લાઇનની મદદ લઈને તમામ ઉપકરણો ઈ.એમ.ઇ. (EME school)ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યાં ઈ. એમ. ઈ. સ્કુલનાં નિષ્ણાતો ધ્વારા તમામ ઉપકરણો સમયસર દુરસ્ત કરીને પાછા શરૂ કરી દેવામાં આવેલ છે. ઈ.એમ.ઈ.સ્કુલનાં નિષ્ણાતો ધ્વારા ગોત્રી હોસ્પીટલના ઇન્ફ્યુઝન પંપ, ડી ફિબ્રીલેટર, ઇ.સી.જી.મશીન,બાયો ઓટર, ફોગર મશીન, સક્શન મશીન, ઓક્સીજન કોન્સેંટ્રેટર અને ફલો મીટર જેવા ઉપકરણો દુરસ્ત કરીને કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj

જિલ્લા કલેકટર દ્વારા ઇ.એમ.ઇ.સ્કુલના (EME school) આ સૌજન્ય અને યોગદાનને બિરદાવવાની સાથે આગામી ચોમાસામાં હોસ્પિટલોની જરૂરિયાતના પ્રસંગોમાં સંસ્થા આ વ્યવસ્થા દ્વારા મદદરૂપ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો…આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “Post covid care word”નો શુભારંભ