RJt Emergency responce scaled

રાજકોટ સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા કલેકટરશ્રી

RJt Emergency responce

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે

સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા
કલેકટરશ્રી રૈમ્યા મોહન

રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથી
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ભેટ

RJt Emergency responce 3

રાજકોટ,૧૩ ઓગસ્ટ:અત્યાધુનિક સાધન સુવિધા સાથે કોરોના સામે સુપેરે કામગીરી બજાવી રહેલી રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો કરતા ચાર ‘ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ’ જિલ્લા કલેકટરશ્રી રૈમ્યા મોહને સિવિલ અધિક્ષક ડો. પંકજ બુચને અર્પણ કર્યા હતાં.

કોવીડ – ૧૯ હોસ્પિટલ ખાતે ખાસ કરીને કોરોના પેશન્ટ કે જેઓના સીટી સ્કેન કરવાના હોઈ કે રિપોર્ટ નેગેટિવ આવેલ હોઈ તેવા દર્દીઓને સારવાર અર્થે બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવા જેવી કામગીરીમાં હાલ આ વ્હીકલ ઉપયોગમાં લેવામાં આવશે તેમ ડો. પંકજ બુચ જણાવે છે.  

RJt Emergency responce 2

મીની એમ્બ્યુલન્સ જેવી કામગીરી કરતા આ વાહન રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે ભેટ મળેલ છે. જેની ડિઝાઇન અનંત નેશનલ યુનિવર્સટી, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તેનું નિર્માણ એવનગાર્ડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. આ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ એક કોમપેક એમ્બ્યુલન્સ જેવું કામ આપે છે અને ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલને મળેલ છે. જેની કિંમત આશરે ૪.૫૦ લાખ જેટલી છે.

RJt Emergency responce 4

કાર્ગો રિક્ષામાંથી બનાવેલ આ વાહનની વિશેષતા એ છે કે તે એક બટન દબાવતા ઓટોમેટેડ આઠ નોઝલની મદદથી ડિસઈન્ફેકટ થઈ જાય છે. જનરેટર, લાઈટ, પંખા અને ખાસ ક્રોસ લેમિનેટેડ ટારકોલીન ફોર્મથી બોડી તૈયાર કરેલ છે, જે કોઈપણ ઋતુમાં અંદરનું વાતાવરણ નોર્મલ રાખે છે. સ્ટ્રેચર ઉપરાંત બે વ્યક્તિ પાછળ બેસી શકે તેવી વ્યવસ્થા સાથે વ્હીકલ ડિઝાઇન કરવામાં આવ્યું હોવાનું અનંત નેશનલ યુનિ. ના ધવલ મોનાણી જણાવે છે.

આ લોકાર્પણ પ્રંસગે રાજકોટ કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડ્યા તેમજ  અનંત નેશનલ યુનિવર્સટી, એવનગાર્ડ ડિઝાઇન સ્ટુડિયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.