બે રીઢા ઘરફોડીયાને પકડી ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી શહેર ક્રાઈમબ્રાન્ચ.

CRIME BRANCH PRESS NOTE PI RS SUVERA 05.07.2020 PHOTO

અમદાવાદ શહેરમાં બનતા ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવા સારૂ
ક્રાઇમબ્રાંચના ખાસ પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમર નાઓએ
સુચના આપેલ હોય જે સુચના આધારે ક્રાઇમ બ્રાંચના નાયબ પોલીસ કમિશ્નરશ્રી દીપન ભદ્રન અને ક્રાઇમબ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.વી.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી આર.એસ.સુવેરા તથા સ્કોડના પો.સ.ઇ. શ્રી વાય.જી.ગુર્જર તથા સ્કોડના માણસો આવા ગુન્હાઓ શોધવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન સ્કોડના એ.એસ.આઈ.વિજયસિંહ ઇશ્વરસિંહ એ.એસ.આઈ. નીતીનભાઈ વેલાભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે પાલડી મહાલક્ષ્મી
પાંચ રસ્તા પાસેથી તા.૦૪/૦૭/૨૦૨૦ ના રોજ આરોપી (૧) વિજય S/O કિશનભાઇ વરૂભાઇ દંતાણી ઉ.વ.૨૪ રહે.મકાન નં.૨/૪૯ ન્યુ ગણેશનગર સોસાયટી ભાઠા વાસણા અમદાવાદ શહેર (૨) સંજય @ કલ્લુ S/O વિજયભાઇ બાબુભાઇ દંતાણી ઉવ.૨૦ રહે. ૧/૩૨ ન્યુ ગણેશનગર સોસાયટી ભાઠા વાસણા અમદાવાદ શહેર નાઓને એક ઓટોરીક્ષા નંબર GJ-01-TD-0204 તથા સોના ચાંદીના દાગીનાઓ, મોબાઈલ ફોન,ગેસનો બાટલો,એલ.ઇ.ડી.ટીવી મળી કુલ્લે કિરૂ.૧૨૩૮૭૦/-ની મતાનો મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓનો પુર્વ ઇતીહાસ પકડાયેલ આરોપી પૈકી આરોપી વિજય દંતાણી સને ૨૦૧૮ અને ૨૦૧૯ માં પાલડી,સાબરમતી,વાસણા, ઘાટલોડીયા, નવરંગપુરા, નારણપુરા, ગુજરાત યુનીવર્સીટી, આનંદનગર, વાડજ પોલીસ સ્ટેશનમાં કુલ્લે ૧૪ ગુનાઓમાં પકડાયેલ છે તેમજ જામનગર અને ભુજ જેલમાં પાસા હેઠળ ગયેલ છે તેમજ આરોપી સંજય @ કલ્લુ સને ૨૦૧૮ અને ૨૦૧૯ માં રાણીપ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના એક એક ગુનામાં પકડાયેલ છે અને રાજકોટ જેલમાં પાસા હેઠળ જઇ આવેલ છે. ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો

(૧) આજથી બે માસ પહેલા રાત્રીના સમયે ઉપરોકત રીક્ષામાં બેસી વાસણા ચંદ્રનગર ખાતે આવેલ પનામા સોસાયટીમાં ગયેલા અને ત્યાં એક બંધ મકાનના દરવાજાનો નકુચો તાળા સાથે તોડી રૂમમાં પ્રવેશી આ ઇન્ડીયન કંપનીનો ગેસનો બાટલો ચોરી કરેલ.આ અંગે વાસણા પો.સ્ટે ખાતે નોંધાયેલ પાર્ટ એ ગુરનં.૧૧૧૯૧૦૬૬૨૦૦૭૫૮/૨૦૨૦ ધી ઇપીકો કલમ ૪૫૪.૪૫૭. ૩૮૦ મુજબનો ગુનો શોધાયેલ છે.
(૨) ઉપરોકત ગુનો કર્યા બાદ તુરતજ સદર મકાનની પાછળ આવેલ મકાનમાં ગયેલા આ મકાનના પાછળના દરવાજાની બારી તોડી મકાનમાં ઘુસેલા અને તિજોરી ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના ,મોબાઇલ ફોન ની ચોરીmકરેલ અને કબાટ ઉપર મુકેલ એલ.ઇ.ડી.ટીવી ની ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે.

શોધાયેલ ગુન્હા

(૧) વાસણા પો.સ્ટે પાર્ટ એ ગુરનં.૧૧૧૯૧૦૬૬૨૦૦૭૫૮/૨૦૨૦ ધી ઇપીકો કલમ ૪૫૪.૪૫૭.૩૮૦ મુજબ પકડાયેલ આરોપીની એમ.ઓ આ કામે પકડાયેલ આરોપીઓ પોતાના કબ્જાની ઓટોરીક્ષા લઇને શહેર વિસ્તારમાં ફરતા અને મોકો મળેથી રાત્રીના સમયે બંધ મકાનમાં ઘુસી દરવાજાના નકુચા/તાળા તોડી મકાનમાં પ્રવેશી ચોરી કરતા હોવાનુ જણાવેલ છે.પકડાયેલ આરોપીઓની સઘન પુછપરછ જારી છે બીજા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે.