ગુરુપૂર્ણિમા પર અંબાજી માતાજી નું મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું જોકે આજે મંગળા આરતી માં કોઈને પ્રવેશ અપાયો ન હતો

અંબાજી, ૦૩ જુલાઈ ૨૦૨૦ આજે ગુરુપૂર્ણિમા છે ને હાલ કોરોના ની મહામારી ને લઈ મંદિરો માં વધુ ભીડ ન થાય અને કોરોના નો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યો માં કેટલાક મંદિરો આજે બંધ રખાયા હતા ત્યારે યાત્રાધામ અંબાજી માં માતાજી નું મંદિર ભક્તો ને દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું જોકે આજે મંગળા આરતી માં કોઈને પ્રવેશ અપાયો ન હતો ને આરતી બાદ માતાજી નું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું જેમાં સોશ્યિલ ડિસ્ટ્રાન્સ સાથે ભક્તો ને પ્રવેશ અપાયો હતો

તેમજ મંદિર માં સતત સેનિટાઈઝેશન પણ હાથ ધરાયુ હતું આજે વહેલી સવાર થીજ અંબાજી મંદિર માં ભીડ હોવા છતાં શ્રદ્ધાળુઓ એ સોશ્યિલ ડિસ્ટ્રાન્સ સાથે સંતી પૂર્ણ રીતે દર્શન નો લાભ ભક્તો એ લીધો હતો અંબાજી મંદિર માં હાલ પ્રસાદ કેન્દ્ર પણ બંધ રાખવામાં આવ્યું છે જ્યારે ભેટ દક્ષિણા માટે અલગ કાઉન્ટર પણ શરૂ કરાયા છે અંબાજી મંદિર માં યાત્રિકો ને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટદારે પૂરતા પગલાં લીધા