SKOCH AWARD to RAJKOT POLICE 2

રાજકોટ શહેર પોલિસને સ્કોચ-ગોલ્ડ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

SKOCH AWARD to RAJKOT POLICE 2

અહેવાલ: રાજ લક્કડ , રાજકોટ

રાજકોટ, તા૨૯ ઓક્ટોબર  સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમ્યાન જાહેર જનતાની સલામતી અર્થે કાયદો અને વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીના નવતર વિનિયોગ સાથે માનવતાભર્યા જનસેવાના કાર્યો બદલ રાજકોટ પોલિસને સ્કોચ (SKOCH-GOLD) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

SKOCH AWARD to RAJKOT POLICE 1

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ રાજકોટ ખાતેની મુલાકાત દરમીયાન પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલને રાજકોટ શહેર પોલીસને મળેલ આ એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રેન્જ આઈ.જી. શ્રી સંદિપ સીંઘ, જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહન, પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

સ્કોચ ગ્રૂપ એ ભારતની થિંક ટેન્ક છે. જેમાં દેશના વિકાસ-વૃદ્ધિ આધારિત સામાજિક-આર્થિક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. તેના આધારે થયેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને અન્ય લોકોને પ્રેરણા પુરી પાડે છે. સમગ્ર ભારતભરમાંથી કુલ ૪૦૦૦ પોલિસ ડિપાર્ટમેન્ટ તથા વહિવટી તંત્ર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જે પૈકી કુલ ૩૦૦ ઉમેદવાર ટીમોને મેરીટ્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે પૈકી સેમીફાઈનલમાં સમાવેશમાં પસંદ થયેલ ૬૦ ઉમેદવાર ટીમો પૈકી રાજકોટ શહેર પોલીસને SKOCH-GOLD એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા

whatsapp banner 1