Coolie kit

Baroda Chartered Accountants: આંકડાઓના સરવાળો કરનાર માનવતાનો પણ સરવાળો કરી રહ્યા છે

Baroda Chartered Accountants: બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટર્સ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશનના ૧૭૦ કુલીઓના પરિવારોને રેશનકીટનું વિતરણ

  • સારી દુનિયાનો ભાર ઉઠાવનાર કૂલીઓની વહારે બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગ્રુપ

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૭ મે:
Baroda Chartered Accountants: બરોડા ચાર્ટર્ડ એકાઉન્ટસ ધ્વારા અવિરત કોવીડ – સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે આજે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે કુલીઓ અને તેમના પરિવારજનો માટે રેશનકીટનું વિતરણ કરવામાં આવેલ છે. રેલવે સ્ટેશન પર સારી દુનિયા ભાર ઉઠાવતા એવા ૧૭૦ કુલીઓને રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સત્યદેવ મીના – સ્ટેશન ડાયરેક્ટર , ડો . ઝેના ગુપ્તા – સિનિયર ડી.સી.એમ અને આર.પી.સીંગ – ડિવિઝનલ કૉમર્શિઅલ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેઓની સામાજિક જવાબદારીના ભાગ રૂપે અદા કરી છે. કોરોના મહામારીમાં કુલીઓની આવકમાં ખુબજ ઘટાડો છે ત્યારે આ રેશન કીટથી તેઓનાં પરિવારજનોને થોડીક રાહત મળે તે હેતુથી આ કીટ વિતરણ કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ રેશન કીટમાં ૪ વ્યક્તિના કુટુંબને ૧૫ દિવસ ચાલે તેટલી સામગ્રી ઘઉંનો લોટ , ચોખા , દાળ , ખાંડ , તેલ , મીઠું , મરચું , ચણાનો લોટ, પૌવાસામેલ છે .

આ પણ વાંચો…પીએમ મોદીએ ગુજરાતની સ્થિતિ(cyclone in gujarat) અંગે CM રુપાણી સાથે કરી વાત-ચીત, જાણો શું કહ્યું વડાપ્રધાને…?

Baroda Chartered Accountants: સી.એ. મનિષ બક્ષી જણાવ્યું કે આ સેવાયજ્ઞમાં વડોદરાના ૧૧૦ થી વધુ સી.એ. નો ફાળો છે. છેલ્લા ૩૨ દિવસથી દવાખાનાના દર્દીઓને નાસ્તો – રાત્રી ભોજન પણ પૂરું પાડી રહ્યા છે . સી.એ. વિનોદ પહેલવાની , સી.એ. રીકીન પટેલ , સી.એ. ચિરાગ.કે.શાહ આ વિતરણમાં જોડાયેલા હતા. સમગ્ર વિતરણ વ્યવસ્થા અરવીંદભાઈ પંડયા , રજત ઢાંકી અને ટીમ દ્વારા સંભાળી રહ્યા છે . જેઓ છેલ્લા ૩૨ દિવસથી આ સેવાયજ્ઞમાં સતત જોડાયેલ છે . જેમાં બક્ષી એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ઇન્દુચાચા યાજ્ઞિક ટ્રસ્ટનો સહયોગ સાંપડ્યો છે.

ADVT Dental Titanium