webinar

Awareness for vaccination: જામનગરમાં વેકશીનેશન માટે જાગૃતતા લાવવા ઓનલાઈન વેબીનાર યોજાયો

Awareness for vaccination: જામનગરના આર્ટિસ્ટ, રાજયમંત્રી સહિત ના આગેવાનો જોડાયા. ઇન્સ્ટાગ્રામના માધ્યમ થી વેકશીનેસન માટે લોકો ને પ્રોત્સાહન અપાયું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૮ મે:
Awareness for vaccination: જામનગર માં કોરોના મહામારી સામે લડવા અને રસીકરણ કરાવવા અંગે શહેર માં જાગૃતતા આવે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જામનગર ની એનડીસી સંસ્થા દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી કોરોના રસીકરણ કરાવવા અંગે નો ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી સહિત શહેર ના પ્રબુધ્ધ નાગરિકો ઓનલાઈન જોડાયા અને રસીકરણ અંગે અપીલ કરવામાં આવી હતી

Whatsapp Join Banner Guj

  જામનગર માં કોરોના મહામારી સામે લડવા અને રસીકરણ અંગે શહેરીજનોમાં જાગૃતતા (Awareness for vaccination) આવે તે માટે એનડીસી સંસ્થાના ફાઉન્ડર જયેશભાઈ વાઘેલા દ્વારા શહેર ના ચિત્રકારો ને સાથે રાખી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વોટ્સએપ જેવા સોશ્યલ મીડિયાના માધ્યમ થી ઓનલાઈન ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મેયર બિનાબેન કોઠારી ના હસ્તે ઉદઘાટન કરવાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમ માં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા અને શહેરીજનોએ ને રસીકરણ કરાવવા અંગે અપીલ કરવાંમાં આવી હતી

આ પણ વાંચો…Make in Gujarat: કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે.

ઉપરાંત જયેશભાઈ વાઘેલા દ્વારા આયોજિત ઓનલાઈન કાર્યક્રમ માં શહેર ના કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, હર્ષાબા જાડેજા, વરિષ્ઠ પત્રકાર જગત રાવલ, બેન્ક કર્મચારી દિનેશભાઇ ધોળકિયા, આરજે – ધારા ટોપ એફએમ, તેમજ ડોકટર તકવાણી સાહેબ સહિત અનેક પ્રબુધ્ધ નાગરિકો જોડાયા હતા અને પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા શહેરીજનોને રસીકરણ અંગે ના અલગ અલગ ચિત્રો બનાવ્યા હતા અને જયેશભાઈ દ્વારા ઓનલાઈન કાર્યક્રમ માં ઓનલાઈન પ્રદર્શન મૂકી શહેરીજનોને જાગૃત કરવા અનોખો પ્રયાસ કર્યો હતો.

ADVT Dental Titanium