Chennai PM tank

વડાપ્રધાન આજે તમિલનાડુ કેરલની મુલાકાતે, સેનાની આપી અર્જુન ટેંક(arjun tank MK-1A)ની ભેટ

arjun tank MK-1A
pic credit: ANI/ twitter

વડાપ્રધાન મોદીનું ચેન્નઇમાં ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. જ્યાં કાર્યક્રમમાં DRDO ની મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન (arjun tank MK-1A) એ પીએમ મોદીને સલામી આપી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ આ વર્ષે અનેક રાજ્યોમાં યોજાવા જઇ રહેલ વિધાનસભા ચૂંટણીઓનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. ત્યારે રાજનીતિક પાર્ટીઓ ચૂંટણી દંગલમાં પોતાના અભિયાનને આગળ ધપાવવામાં જોડાઇ ગઇ છે. ત્યારે પૂર્વમાં પશ્ચિમ બંગાળ, આસામ તો દક્ષિણમાં તમિલનાડુ અને કેરલમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ આજે તમિલનાડુ અને કેરલની મુલાકાતે છે.

Whatsapp Join Banner Guj

એવામાં વડાપ્રધાન મોદીનું ચેન્નઇમાં ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. જ્યાં કાર્યક્રમમાં DRDO ની મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન (arjun tank MK-1A) એ પીએમ મોદીને સલામી આપી છે. વડાપ્રધાન મોદીએ આ મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન દેશની સેનાને સમર્પિત કરી.મહત્વનું છે કે, મોદી ત્યાંના અલગ-અલગ પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. આ સિવાય કોચ્ચિમાં તેઓ જુદી-જુદી પરિયોજનાઓનો શિલાન્યાસ કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પણ વાંચો…Black day For india:પુલવામા એટેકને આજે 2 વર્ષ પૂર્ણ, શહીદ થયેલા જવાનોને સલામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘બે ડિફેન્સ કોરિડોરમાંથી એક તમિલનાડુમાં છે. કોરિડોર માટે પહેલેથી જ 8,100 કરોડ રૂપિયાનું રોકાણ કરી દેવાયું છે. મને આપણા દેશની રક્ષા માટે વધુ એક યોદ્ધા દેશને સમર્પિત કરવા પર ગર્વ છે. મને સ્વદેશી રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ અને નિર્મિત મુખ્ય બટાલિયન અર્જુન માર્ક 1A ને સોંપવા પર ગર્વ છે. તમિલનાડુ પહેલેથી જ ભારતનું મુખ્ય ઓટોમોબાઇલ વિનિર્માણ કેન્દ્ર છે. હવે હું તમિલનાડુને ભારતના ટેંક નિર્માણ કેન્દ્રના રૂપમાં વિકસિત થતો જોઇ રહ્યો છું.’