Afghanistan blast: અફઘાનિસ્તાનની પશ્ચિમ સરહદે ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટથી 500થી વધુ ટ્રકો આગની ઝપેટમાં, 7 વ્યક્તિ થયા ઘાયલ

Afghanistan blast: ઇરાનની સરહદે એક ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ભયંકર આગ ફાટી નીકળી હતી.

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ Afghanistan blast:અફઘાનિસ્તાનની પશ્ચિમમાં આવેલા હેરાત પ્રાંતમાં ઇરાનની સરહદે એક ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જેની ચપેટમાં કુદરતી ગેસ અને ફ્યુઅલ લઇ જતાં ૫૦૦ ટ્રક આવી ગયા હતાં તેમ અફઘાનના અધિકારીઓ અને ઇરાનના સરકારી ટેલિવિઝને એક નિવેદનમાં જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

હેરાત પ્રાંતના ગવર્નર વાહિદ કતાલીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અફઘાનિસ્તાને આગને કાબૂમાં લેવા માટે ઇરાનના ફાયર ફાઇટરની પણ મદદ માગી છે. હાલમાં કેટલું નુકસાન થયું તે વિશે કોઇ જાણકારી મળી નથી.

હેરાતની રિજિયોનલ હોસ્પિટલના પ્રવક્તા રફીક શિરઝીના જણાવ્યા અનુસાર આગની તીવ્રતા એટલી વધારે હતી કે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી. છેલ્લે મળેલા સમાચાર મુજબ આગમાં સાત લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો…વડાપ્રધાન આજે તમિલનાડુ કેરલની મુલાકાતે, સેનાની આપી અર્જુન ટેંક(arjun tank MK-1A)ની ભેટ