Screenshot 20200316 190834 01 1

ડિસેમ્બર દરમિયાન અમદાવાદની સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા

Railways banner

અમદાવાદ, ૦૫ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ડિસેમ્બર 2020 ના મહિનામાં, અમદાવાદ ડિવિઝન ઉપર ચાલતી કેટલીક ટ્રેનોને અસ્થાયીરૂપે એક વધારાનો કોચ આપવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 02972/02971 ટ્રેન નંબર ભાવનગર – બાંદ્રા ટર્મિનસ – ભાવનગરથી 02 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2020 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 03 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.

2. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર – આસનસોલ – ભાવનગર સ્પેશ્યલ ભાવનગરથી 1 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2020 અને આસનસોલથી 03 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.

3. ટ્રેન નંબર 09115/09116 ભુજ-બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ ભુજથી 01 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02 ડિસેમ્બર 2020 થી 01 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.

4. ટ્રેન નંબર 09456/09455 ભુજ – બાન્દ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ ભુજથી 01 ડિસેમ્બર 2020 થી 31 ડિસેમ્બર 2020 અને બાંદ્રા ટર્મિનસથી 02 ડિસેમ્બર 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.

5. ટ્રેન નંબર 09083/09084 અમદાવાદ – મુઝફ્ફરપુર – અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 01 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 અને મુઝફ્ફરપુરથી 03 ડિસેમ્બર 2020 થી 02 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.

6. ટ્રેન નંબર 09089/09090 અમદાવાદ – ગોરખપુર – અમદાવાદ સ્પેશિયલ અમદાવાદથી 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2020 અને ગોરખપુરથી 03 ડિસેમ્બરથી 02 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.

7. ટ્રેન નંબર 09263/09264 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલા – પોરબંદર સ્પેશિયલ પોરબંદરથી 01 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી પોરબંદરથી અને દિલ્હી સરાઇ રોહિલાથી 03 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ