WhatsApp Image 2020 09 28 at 5.40.38 PM

સુરત ગલી યુવક મંડળ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૭૨ યુનિટ રકત એકત્ર કરાયું

યોગેશભાઈ ઢીમર ૨૦૦ વખત રક્તદાન કરનાર સૂરતના પ્રથમ વ્યકિત બન્યાઃ

સુરત, ૨૮ સપ્ટેમ્બર: કોરોના કાળ વચ્ચે જયારે સૂરત શહેરમાં રકતની અછત સર્જાય છે તેવા સમયે સુરત શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતા ગલી યુવક મંડળ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭૨ યુનિટ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા શહેરમાં અનેકવાર રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

WhatsApp Image 2020 09 28 at 5.40.38 PM

ગલી યુવક મંડળના સક્રિય સભ્ય એવા ૫૧ વર્ષિય યોગેશભાઈ ઢીમરે ૨૦૦મી વખત રક્તદાન નવો રેકોર્ડ દર્જ કર્યો છે. સુરતના પહેલા વ્યક્તિ છે કે જેમણે ૨૦૦ વખત રક્તદાન કરવાનંછ બિરુદ મેળવ્યું છે.
યોગેશભાઈ ઢીમરે ૬૬ વખત સાદુ રક્તદાન જે ત્રણ મહિને એકવાર આપી શકાય અને ૧૩૪ વખત સિંગલ ડોનર પ્લેટલેટનું રક્તદાન જે ૧૫ દિવસે એકવાર આપી શકાય છે. આ રક્તદાન શિબિરમાં યોગેશભાઈની સાથે કુલ ૧૭૨ લોકોએ પણ રક્તદાન કર્યું હતું. રક્તદાનના ઉમદા સેવા કાર્યથી જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની જરૂરિયાત પૂરી કરવામાં સહાય મળશે.

Reporter Banner FINAL 1