Dhoraji Test Team 2

ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકામાં કોરોના સર્વેલેન્સ માટે ૧૬૨ ટીમો મેદાનમાં

Dhoraji Test Team 2

ધોરાજી પ્રાંત વિસ્તારની નગરપાલિકાઓમાં ખાસ કાળજી માટે ૧૯ ઓફિસરોને ફરજ સોંપાઈ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાઓમાં નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ સંજીવની અને ધન્વંતરી રથ ઉપરાંત સર્વેલન્સની કામગીરી માટે ૧૬૨ ટીમો બનાવવામાં આવી છે. કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા આ વિસ્તારના ૬૦ વર્ષથી ઉપરના અને કો-મોરબીડ બિમારીવાળા લોકો જેને P કેટેગરી, ઓછા લક્ષણોવાળા પોઝિટીવ દર્દીઓ જેને A કેટેગરી અને તંદુરસ્તી લોકો જેને X કેટેગરી તરીકે તેમજ ઘર બંધ હોય કે સહકાર ન આપતા લોકોને R  કેટેગરી તરીકે આઇડેન્ટીફાઇ કરવામાં આવી રહયા છે. જે મુજબ X કેટેગરીમાં  ૧૪૨૩૬, P  કેટેગરીમાં ૯૭૦૪ અને R કેટેગરીમાં ૪૬૬૪ મળી કુલ ૨૮૯૫૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

Dhoraji Test Team

આ ટીમોમાં શિક્ષક, આંગણવાડી વર્કર અને આશાવર્કરની સેવા લેવામાં આવી રહી છે. હવે પુન: સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે  ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી જી.વી.મીયાણીએ જણાવ્યું હતું કે સ્ટાફને સર્વે પહેલા ધોરાજી પ્રાંત કચેરી ખાતે તાલીમ આપી માઇક્રો પ્લાનીંગ કરવામાં આવેલ છે. જેના લીધે આ વિસ્તારમાં કોરોનાનો મૃત્યુદર ઘટયો છે.

ધોરાજી અને ઉપલેટા અને ભાયાવદર  નગરપાલિકામાં વોર્ડ વાઇઝ વર્ગ-૨ના કુલ ૧૯ અધિકારીઓની આ  કામગીરી પર દેખરેખ માટે નિયુકત કરવામાં આવેલ છે.

સામાજિક અને સેવાકીય મંડળો પણ કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા સરકારના અભિયાનમાં સહકાર આપી રહ્યા છે. ધોરાજીમાં ખોડલધામ  સમિતિ દ્વારા ૧૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે. જેમાં તંત્ર દ્વારા તબીબોની વીઝીટની વ્યવસ્થા કરાશે.

loading…

આમ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની ભાગીદારી સાથે કોરોનાના સંક્રમણને ખાળવા માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. ‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’ અભિયાન અંતર્ગત ધોરાજી પ્રાંત વિસ્તારમાં લોકોને ટેસ્ટ કરાવવા અને રાજયસરકાર દ્વારા વિના મૂલ્યે અપાતી કોરોનાલક્ષી તમામ સેવાઓનો લાભ લઈ કોરોના સામેની લડાઈમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.