Mansukh vasava

નર્મદા જિલ્લા ના અનેક પડતર પ્રશ્નો માટે સાંસદ ની સંકલન સમિતિ માં રજુઆત વર્ષો જુના કામો હજુ કેમ અધૂરા છે ? વહીવટીતંત્ર પર પડી પસ્તાળ

whatsapp banner 1

અહેવાલ: સત્યમ બારોટ

રાજપીપલા, ૨૧ ડિસેમ્બર: નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ માં સાંસદ મનસુખ વસાવા એ વહીવટી તંત્ર ને અનેક પ્રશ્નો પૂછી પસ્તાળ પાડી હતી પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા ના અનેક વિકાસ કામો અને પ્રજા ને સ્પર્શતા પ્રશ્નો અંગે સાંસદ મનસુખ વસાવા એ જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિ માં કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકા ના ખેડૂતો ને નર્મદા ના પાણી આપવા તેમજ કરજણ નદી ના પાણી ખેડૂતોને મળી રહે તે માટે નહેરોનું રીપેરીંગ તાત્કાલિક ધોરણે હાથ ધરવા તથા ગત વર્ષે લોકસભા તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં કેટલાક ગામોમાં લોકોએ તેઓના પ્રશ્નોનો ઉકેલ આવતો નહીં હોવાથી ચૂંટણી બહિષ્કાર કર્યો હતો તે ગામોના પ્રશ્નો નું નિરાકરણ થયું કે નહીં તેઓ વેધક સવાલ પૂછ્યો હતો સાંસદે આ ઉપરાંત ઇકો સેન્સેટીવ ઝોન બાબતે ગ્રામજનોની જમીનમાં જે એન્ટ્રી તંત્ર તરફથી પાડવામાં આવી છે તે અંગે ગેરસમજ ફેલાતી હોય તેની તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવા તાકીદ કરી હતી આ ઉપરાંત સંસદે ગત વર્ષે આયોજન મંડળની રૂપિયા ત્રણ કરોડની ગ્રાન્ટ મંજુર થઇ હતી તેના કામોમાં ફેરફાર કયા અધિકારથી કરવામાં આવ્યો હતો તેનો ખુલાસો પણ માગ્યો હતો.

નર્મદા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ મંજુર થયેલ છે પરંતુ તે માટે મકાન નહીં હોવાથી તે ભરુચ મુકામે ચાલે છે તો નર્મદા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ ક્યારે શરૂ થશે તે જ રીતે મેડિકલ કોલેજ પણ મંજુર થયેલ છે પરંતુ તે માટે બિલ્ડીંગ નથી તો હવે આ કોલેજ ક્યાં શરૂ થશે તેવો પ્રશ્ન કર્યો હતો ઉપરાંત નર્મદા જિલ્લાના કેટલા યુવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં રોજગારી મળી તેની માહિતી માંગી હતી તેમજ ચોંકાવનારી રજૂઆત કરી હતી કે કેટલાક લોકો ગ્રામ્ય વિસ્તારમાં લોકો ને સરકારી યોજનાનો લાભ અપાવવાને બહાને છેતરપિંડી કરી જાય છે ત્યારે તે અંગે તંત્ર શું પગલા લેછે તેવો પ્રશ્ન કર્યો હતો આમ એક બાજુ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તે સમયે સંસદ સભ્ય જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો અંગે કરેલી રજૂઆતો ઘણી સૂચક હોવાનું મનાય છે.