freestocks GxM9gkLJbwY unsplash

ચેતજો.. તમારી પાસે પણ કાલ આવી શકે છે…હું બેંક માંથી બોલું છું તમારું બેંક ખાતું સીલ થઈ ગયું છે

whatsapp banner 1

હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાઇબર ક્રાઇમ નોંધાયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૦ ડિસેમ્બર: ગરુડેશ્વર તાલુકા ના સાંઢીઆ ગામે ગૌશાળા ના સંચાલક રાવીન્દ્રભાઈ ના મોબાઇલ પર હું બેંક.ઓફ.બરોડા માંથી બોલું છું કહીને ઓટીપી મંગાવી ને રૂપિયા ચાર લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હોવા ની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ છે પ્રાપ્ત માહિતી મુજબ ગરૂડેશ્વર નજીક આવેલ સાંધીયા ગામમાં ગૌશાળાના સંચાલક રવિન્દ્ર પંચાલ પર હું બેંક.ઓફ.બરોડા માંથી બોલું છું એવો ફોન આવ્યો અને બેંકમાં શર્મા નામની વ્યક્તિએ રવિન્દ્રભાઈ ને કહ્યું કે તમારું એકાઉન્ટ સિઝ થઈ ગયું છે માટે તમારો આધાર કાર્ડ નંબર આપો અને એટીએમ પાસવર્ડ આપો બેન્કમાંથી આવેલો ફોન છે સમજીને રવિન્દ્રભાઈ તેમના આધાર કાર્ડ નંબર અને પાસવર્ડ આપ્યો.

ત્યારબાદ તેમના મોબાઈલ પર ઓ.ટી.પી આવ્યો અને મેંસેજ આવ્યો કે ઓટીપી મોકલી આપો જેથી રવિન્દ્રભાઈ સામેના મોબાઈલ પર ઓટોપી મોકલી આપતા જ તેમના બેંકના ખાતામાંથી રૂપિયા ચાર લાખ અથાવન જેવી માતબર રકમ ઉપડી ગઈ પોતે છેતરાયા હોવાનો એહસાસ થતાં જ રવિન્દ્રભાઈ એ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે સદર ફોન નંબર સાથે ફરિયાદ નોંધાવી પોલીસે સાઇબર ક્રાઇમમાં આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જોકે અવારનવાર આ પ્રકારના કિસ્સા પ્રકાશમાં આવે છે છતાં પણ બેંક માંથી ફોન આવ્યો છે સમજીને લોકો છેતરાય છે અને સામેના મોબાઇલ પરથી અપાતી સૂચના નું પાલન કરે છે અને બેંક એકાઉન્ટમાંથી માતબર રકમ ગુમાવે છે જોકે સાંઢિયા જેવા નાના ગામમાં આવો બનાવ બનતા હવે સાઇબર ક્રાઇમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પગ પેસારો કરી રહ્યા છે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી છે ત્યારે પ્રજાએ પણ હવે જાગૃત થવાની અને મોબાઈલ પર આવતા બેંકના નામે મેસેજ કે ફોન ની સૂચના ગણકાર્યા વિના પોલીસને અને બેંક ને જાણ કરવાની બને તેવી કાળજી રાખવી પડશે જેથી સાયબર ગુના ના બને