ATS Charas edited 1

એક કરોડના ચરસ સાથે મુમ્બઇના બે ઇસમોને ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ.

ATS Charas Accused

અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: ગુજરાત રાજ્યમાંથી નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાં આવતા સતત પ્રયત્નો અને કાર્યવાહી અંતર્ગત આજરોજ વહેલી સવારે એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન આર. જાદવ નાઓને ગુપ્ત રાહે બાતમી હકિકત મળેલ કે લુધિયાણા (પંજાબ)થી બે ઇસમો મુમ્બઇ પાસીંગની વેગન-આર ગાડી નં [/1૫-04-પ1૫૫-5071 માં ગેરકાયદેસર ચરસ લઈ પાલનપુર ટોલ નાકા પાસે મલાણા ગામ નજીક આવેલ મહાકાલ હોટલ ઉપર આવવાના છે

જેથી આ બાતમી અંગે એ.ટી.એસ.ના પો.ઇન્સ. જાદવ તથા પો.સ.ઇ. વિનોદ ભોલા તથા પો.સ.ઇ. મિતેષ ત્રીવેદી નાઓની ટીમ પાલનપુર-આબુ હાઇવે ઉપરના, પાલનપુર ટોલ નાકા પાસે મલાણા ગામ નજીક આવેલ મહાકાલ હોટલ પાસે વોચમાં રહેલ હતી આ દરમ્યાન ઉપરોક્ત બાતમી અને નંબર વાળી વેગન-આર કાર ત્યાં આવતા તુરત જ તેને કોર્ડન કરી તેની પંચો તથા એફ.એસ.એલ. રૂબરૂ ઝડતી કરતા તેની પાછળની સીટમાં સફરજનના ખોખા પાસે રહેલ અને સેલોટેપથી પેક કરેલ સફેદ પ્લાસ્ટીકના થેલામાં સંતાડેલ માદક પદાર્થ મળી આવેલ જે પંચો તથા એફ.એસ.એલ. રૂબરૂ ચકાસતા પ્રાથમિક દ્રષ્ટીએ ચરસ હોવાનું જણાઇ આવેલ જેથી સ્થાનિક એસ.ઓ.જી.ના માણસોને બોલાવી સદર ચરસનું વજન કરતાં અંદાજે ૧૬.૭૫૩ કીલોગ્રામ જેટલું જણાઇ આવેલ છે જેની બજાર કિંમત રૂ. ૧,૦૦,૫૧,૮૦૦/- (એક કરોડ બે લાખ) જેટલી છે.

ATS Charas edited 1

કાર માંથી મળી આવેલ બે ઇસમોના નામ

૧. ફહિમ સ/ઓ અઝીમ બેગ, ઉ.વ. ૩૧, ધંધો. ટેક્ષી ડ્રાયવર, રહે માહિમ લુહાર ચાલ, નોવેલ્ટી ટાવર,ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નં એ-૩, માહિમ વેસ્ટ, મુમ્બઇ, મહારાષ્ટ્ર

ર. સમીર સ/ઓ એહમદ શેખ, ઉ.વ. ૨૭, રહે. જહાંગીર કોલોની, હરશુલ, શફીક કિરાના, ઘર નં ૩૪, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર વાળા હોવાનું અને પોતાને મુમ્બઇ માહિમના તથા અમદાવાદ વટવામાં મકાન ધરાવતા અને રહેતા ઇમરાન નામના માણસે પોતાને જડીબુટી તથા દવાઓ લઈ આવવા લુધિયાણા મોકલેલ હતા અને લુધિયાણા ખાતે સબજી મંડીમાં જતાં એક ટ્રક નં 1(-03-8-8452 આવેલ તેમાંથી એક ઇસમ આ ચરસ આપી ગયેલ છે

જે લઈ પોતે ઇમરાનને આપવા જવાના હતા. આ કામ માટે ઇમરાને તેઓને રૂ. ૫૦,૦૦૦/- આપવાનું નક્કી કરેલ હતું. એ.ટી.એસ.એ ઉપરોક્ત ઇમરાનને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Reporter Banner FINAL 1
loading…